SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશાંગરક્ષક [ ૯૩ ] નક્ષત્રાચાર્ય, જેવા બસે જેટલા શ્રમ અને આર્ય સુસ્થિત, સુપ્રતિબદ્ધ તથા ઉમાસ્વાતી અને શ્યામાચાર્ય વગેરે ત્રણ સ્થવર કલ્પી સાધુઓ પધાર્યા હતા. આર્યો પણ આદિ ત્રણ સાધ્વીએ અને સાત સે શ્રાવક તથા સાતસો શ્રાવિકાઓને સમુદાય પણ આ સંમેલનમાં હાજર રહ્યો હોવાનું મનાય છે. કલિંગાધિપતિ મહારાજા ખારવેલે આમંત્રેલા આ સંમેલને શ્રુતપરંપરાથી ઉતરી આવતા આગમનું માત્ર સંશોધન કર્યું કે આગમોને ભેજપત્ર ઉપર લિપિબધ્ધ કર્યા એને સંપૂર્ણ ખુલાસો મળી શકતો નથી. શ્રમણ-સંમેલન નિર્વિવાદપણે મળ્યું હતું અને તે પણ બાર વરસના ભયંકર દુકાળ પછી કલિંગાધિપતિના સહકારથી મળ્યું હતું એટલી વાત તે સ્વીકારવામાં આવી છે. પણ આ સંમેલનમાં આગમો લખાયા હોય એવો કોઈ વિશ્વાસપાત્ર પુરાવો મળી શક્યો નથી. પાટલીપુત્રની પ્રથમ વાચના અને મારી વાચના વચ્ચે આ સંમેલનને સમય હોવો જોઈએ. આ સંમેલને ખારવેલને “ દ્વાદશાંગરક્ષક”નું બિરૂદ અપાવ્યું. મૌર્યકાળ પછી ૧૬૪ મા વર્ષની આસપાસની આ ઘટના છે. સંમેલનનું કાર્ય પતી ગયા પછી ખારવેલે વિદ્વાન તથા તપરવી સાધુ-સાધ્વીઓને કલિંગની આસપાસના પ્રદેશમાં વિહરવાની અને કાને ધર્મને ઉપદેશ આપવાની પ્રાર્થના કરી. સાધુસાધ્વીઓએ તે પ્રાર્થના વધાવી લીધી. મગધ, મથુરા અને બંગ દેશમાં સન્માનિત સાધુ તથા સાધ્વીઓને સારે જેવો સંધ શ્રી વર્ધમાન તીર્થકરના સિદ્ધાંતને પ્રચાર કરવા મંડી ગયે. ખારવેલે પ્રાર્થના ન કરી હતી તે પણ સાધુ-સાધ્વીઓ ધર્મપ્રચાર કર્યા વિના ન રહેત; કારણ કે એ જ એમના જીવનનું ધ્યેય હોય છે. પરંતુ કલિંગપતિ ખારવેલની આ સ્પષ્ટ પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy