SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૦ ] કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ. ચીની મુસાફર ફાહિયાન ઇ. સ. ના ચોથા સૈકામાં કલિંગના મુખ્ય બંદર તામ્રલિપ્તથી નીકળી દરિયાઈ રસ્તે લંકા ગયો હતો. લંકાથી તે જોવા અને જાવાથી બાલીને ટાપુઓમાં થઈ તે પાછો ચીન પહોંચ્યું હતું. એ લખે છે કે દરિયાઈ મુસાફરીમાં કલિંગના જહાજે જ મુખ્યત્વે કામ આવે છે. બધા જહાજોમાં બ્રાહ્મણ-સુકાનીઓ હોય છે. જાવાને પણ એણે તે હિંદુઓનું વસ્તીસ્થાન લેપ્યું છે. જાવાની જેમ બાલીના ટાપુઓમાં કલિંગવાસીઓએ પોતાનાં થાણાં થાપી દીધાં હતાં. બાલીમાંથી કેટલાંક સંસ્કૃત પુસ્તકે મળી આવ્યાં છે. લો. ટીળકને, ત્યાંથી એક ભગવદ્ગીતા મળી આવી હતી અને તે વિષે એમણે એક આલોચના પણ લખી હતી. બાલીમાં ચાતુર્વણ્યની વ્યવસ્થાપદ્ધતિ હજી પણ પ્રચલિત છે. આર્યો સાથેના ગાઢ નિવાસ અને સંપર્કની એ અચૂક સાબિતીઓ પુરી પાડે છે. અહીં પણ હિંદીઓ કલિંગીના નામથી ઓળખાય છે. જાવા અને બાલીની જેમ સુમાત્રા, સિંગાપુર, માલકસ, પિગુ તથા કંડીયા વિગેરેમાં કલિંગવાસીઓએ આર્યસંસ્થાને વસાવ્યાં હતાં. બર્મામાં પણ અશકના શાસનકાળ પહેલાં કલિંગના મહાજને પ્રવેશ કરી ચૂકયા હતા. વેપારીઓએ જે ચીલો પાડ્યો હતો તે જ ચીલે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચારકો બર્મામાં મોકલ્યા હતા. બર્મામાં, પ્રેમ નજીકના થારાક્ષેત્રમાં, કલિંગનું એક જબ્બર સંસ્થાન હતું. પહેલાં વેપાર અને પછી વાવટો એવી મતલબની અંગ્રેજીમાં એક કહેવત છે. અર્થાત કોઈપણ દેશમાં રાજસત્તા જમાવવી હોય તે પહેલાં વેપારીઓને મેકલવા–એમને પગલે પગલે ધર્મોપદેશકોને જવા દેવા અને વેપાર તથા ધર્મના રક્ષણ માટે સૈન્યની સ્થાપના કરી, રાજસત્તાનો વાવટો ફરકાવી દેવો. કલિંગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy