________________
જીર્ણોદ્ધાર નહિ જોઈએ
[ ૧૭ ]
ભિખુરાજ અને શ્રમણ ઘડીક વાર ગુફાના દ્વારમાં જઈને ઊભા રહ્યા. પણ ઉપરાઉપરી લાગતા પવનના આંચકાને લીધે ત્યાં તેઓ વધુ વખત ઊભા રહી શક્યા નહીં. ખંડગિરિ આ કદાચ મૂળમાંથી હલી ઉઠશે એવી એમને આશંકા ઉપજી.
યુવરાજ ભિખુરાજના સુકુમાર વદન ઉપર આ આંધીએ વિષાદની પ્લાન રેખાઓ આંકી. પણ ઉડતી ધૂળે જે આવરણ રચ્યું હતું તેને લીધે શમણુગુરૂ, ભિખુરાજની ગમગીની જોઈ શક્યા નહીં. એટલામાં વીંઝાતા વાયુના એક પ્રબળ આંચકા સાથે, પર્વત ઉપરનું એકાદ શિખર નીચે ગબડી પડતું હોય એવું ભારે ગર્જન સંભળાયું. ભિખુરાજના દિલમાંથી વેદનાનો એક ઊડે નિઃશ્વાસ અજાણતાં જ નીકળી પડયો. પવનના સુસવાટામાં પણ શ્રમણદેવથી એ નિઃશ્વાસ અને નિઃશ્વાસમાંથી નીતરતી વેદના છૂપી ન રહી શકી.
ભિખુરાજને ક્રોધ કે વિષાદમાં ડૂબેલા ભાગ્યે જ કોઈએ જોયા કે સાંભળ્યા હશે. પ્રકૃતિને આ લાડીલે અને પ્રકૃતિની વિચિત્રતામાં અનહદ રસાસ્વાદ લેતે આ યુવરાજ સામાન્ય શેકદુઃખના પ્રસંગમાં પ્રાયઃ નિર્લેપ જેવો જ રહે. દુઃખ અને કષ્ટ એણે ઘણું વેઠયાં હતાં, એટલે તે અનાયાસે મળતાં સુખને સન્માનપૂર્વક એ પાછા વાળી શકતો. સંગીત, ચિત્ર, શિલ્પ અને સાહિત્યને આ ભકતા, અણધારી આંધીને લીધે એકાએક ઉદ્વિગ્ન બને એ અશકય હતું.
કાનને લીધે વખતસર મહેલમાં જવાનું નહિ બની શકે એટલા માટે એ દિલગીર બ હશે? એમ પણ હેતું. મહેલમાં તો એ ન છૂટકે જ જત અને ન–છૂટકે જ રહેતો. વૃદ્ધ પિતાના નેહદુર્બળ હૈયાને રીઝવવા એ રાજવૈભવના રંગમાં થોડાં
આંગળાં કવચિત બળતો. બાકી તો મનથી એ વિરાગી સામે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com