________________
[ ૧૦ ]
કલિંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
અંદર કલિંગવિજયના પ્રત્યાધાત પાછા કલિંગમાંથી જ શરૂ થયેા. મગધસામ્રાજ્યના પેટમાં કલિંગ પત્થર જેવું બની રહ્યું. સામ્રાજ્યની પેટપીડા અસહ્ય બની. પરાભવ પામેલા રાષ્ટ્રના કાજળધેરા શ્યામ વાદળમાં, વીજળીને પ્રકાશ, ક્રાણુ જાણે કયાંથી પણ અચાનક ઊતરી આવે છે. કલિંગવાસીઓ, કલિંગની છાતી ઉપર પડેલા પ્રહારાને ભૂલી શકયા નહીં. કલિંગે એક એવા પુરુષ પેદા કર્યો કે જેણે બબ્બે વાર મગધને રાજ્યું: મગધને સામ્રાજ્યમદ ગાળી નાખ્યા. એ પુરુષનું નામ મહામેધવાહન મહારાજા ખારવેલ. પરાભવ પામેલા કલિંગ દેશને આ પુનરુદ્ધારક એક જૈન રાજવી હતા. ઇતિહાસ પણ કેવા અકસ્માત કરે છે ? મગધ સામ્રાજ્યના પાયા રાપનાર બિ’બિસાર–શ્રેણિક, બૌદ્ધ તેમ જ જૈન શાસન ઉભયના લાડીલા પુરુષ હતા; મગધસામ્રાજ્યને છેલ્લી સીમાએ પહોંચાડનાર ચંદ્રગુપ્ત મા, દિગંબર જૈન સમાજની માનીનતા પ્રમાણે ચુસ્ત જૈન હતા. કલિંગવિજય કરનાર અશોક, ઔદ્ સંધના આગેવાન હતા, જ્યારે કલિંગમાંથી આરંભ થયેલા પ્રત્યાધાતના પુરસ્કર્તા–કલિંગના ઉદ્દારક રગેરગમાં રંગાયેàા એક પાકા જૈન પુરુષ હતા.
પણ આ કલિંગ કયાં આવ્યું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com