________________
[ 8 ].
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
મગધના રાજવી શ્રેણિક, એ દ્રષ્ટિએ, એટલે કે એમના સમયના અંધકાર-પટ ઉપર પણ બહુ તેજસ્વી પુરુષ દેખાય છે.
શ્રેણિકે જ મગધને મહાન બનાવ્યું. શ્રેણિકના પ્રતાપે મગધને આર્યત્વ મળ્યું. રઝળતી ટોળીઓના આશ્રયસ્થાન જેવું ગણાતું મગધ યાત્રાધામ બન્યું. ભગવાન મહાવીર અને મૈતમ બુદ્ધ પણ શ્રેણિકની ધર્મપરાયણતા અને સંસ્કાર તરફ આકર્ષાઇને વખતેવખત મગધની ભૂમિ તરફ વળતા. બીજા રાજાઓ જ્યારે યુદ્ધ અને સંધીથી ભાગ્યે જ નવરા થતા ત્યારે શ્રેણિક મોટે ભાગે ધર્મપુરૂષોના સ્વાગત અને ઉપદેશશ્રવણમાં તલ્લીન રહેતા. પણ એ ઉપરથી મગધરાજમાં યુદ્ધકૌશલ્ય કે રાજ્યની સીમા વધારવાની વૃત્તિ જ નહતી એમ ન કહી શકાય.
શ્રેણિક મહારાજાને એક વાર લિચ્છવીઓની સાથે ઝૂઝવું પડ્યું હતું. લિચ્છવી સરદારે કોઈથી ગાંજ્યા જાય નહિ એવા પાણીદાર હતા. શ્રેણિક મહારાજાએ એ ખડતલ સૈનિકોને સંપૂર્ણ સફળતાપૂર્વક સામનો કર્યો. બનતાં લગી, વગર કારણે સામે જઈને આક્રમણ કરવાની નીતિ એમણે નહોતી સ્વીકારી. પાડોશી રાજ્યો સાથે હળીમળીને રહેવું, નાના ગણતંત્રને પણ ન દુભવવા એમ તેઓ માનતા.
કોણ જાણે કેમ, પણ એક દિવસે શ્રેણિકે એ નીતિનું પહેલું જ સૂત્ર ભૂંસી નાખ્યું. મગધની સીમાને અડીને રહેલા અંગ-દેશ ઉપર આક્રમણ કર્યું. બિંબિસાર જેવા ભકિક રાજવીને એ કેમ ગમ્યું હશે તે નથી સમજાતું. પાડોશી–રાજ્યોને પ્રેમથી ચાહનારો આ પુરુષ, વગર કારણે, સામે ચાલીને આક્રમણ કરવાને કેમ પ્રેરાયો એને ખુલાસો હજી સુધી મળી શકી નથી. સંભવ છે કે અંગદેશ, ઘણે દુર્બળ બની ગયો હોય, એને એક સમર્થ સ્વામીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com