________________
: ૮ :
પાઠ ફરી એક વાર તપાસી છે. આ વખતે મને ખારલના સમકાલીન એક યુનાની રાજાને નામે લેખ મળી આવે. આ બધી ધમાલ દરમિયાન, મેં જે માટીનું બીબું માગ્યું હતું તે પણ મળી ગયું. અને તેની સાથે કાગળ ઉપર આંકેલી થી છાપ સુદ્ધાં આવી ગઈ.
૧૯૨૪ માં મેં અને શ્રી રાખાલદાસે સાથે મળીને, ઉપરોક્ત છાપ સાથે અમારો પાઠ સરખાવી છે. જ્યાં
જ્યાં મતભેદ હતા તેનું પણ સમાધાન કરી લીધું. આ મહેનતનું પરિણામ, બીજા કેટલાંક કામકાજને અંગે, તરતમાં પ્રસિદ્ધ ન થઈ શકયું.
૧૯૨૭ માં એ પ્રકટ કરતાં પહેલાં બીબાની અને કાગજી છાપની ફરી પુનરાવૃત્તિ કરી ઈ. ૧૯૬૭ ના વસેંબર મહિનામાં એ પાઠ બિહારની પત્રિકામાં છપાવ્યું. છાપનું ચિત્ર પણ પ્રકટ કર્યું. એ રીતે ૧૦ વર્ષ પછી એ કામ માંડમાંડ પૂરું થઈ શકયું.
પં. નાથુરામ, મુનિ જિનવિજયજી વિગેરે જૈન પંડિતએ એવી સૂચના કરી કે આ લેખ તથા તેની વ્યાખ્યા મારે હિંદીમાં છપાવવી જોઈએ. કોઈકે વિશ્વવિદ્યાલયમાં, આ શિલાલેખવાળે મારો પાઠ, શિલાલેખ શીખવવાના પાઠ્યક્રમમાં સ્વીકારાયો હતો, તેથી જેને પંડિતની આજ્ઞા માથે ચડાવીને, તેમજ વિદ્યાર્થીઓને સરળતા મળે એવા હેતુથી કાશીની નાગરીપ્રચારિણું સભાની પત્રિકા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com