________________
દેશસ્થિતિ
[ ૧૧૩ ]
. સ. પૂર્વે પાંચમા સૈકામાં કલિંગ શિલ્પકળામાં ખૂબ પ્રગતિ કરી ચૂકયું હતું. ભુવનેશ્વરની પાસે ખંડગિરિ, ઉદયગિરિ, નીલગિરિ નામના અભ્યાધિક ઉંચા પહાડે છે. આ પહાડોમાં જૂના સમયમાં કોતરાવેલી ઘણી ગુફાઓ છે. સામાન્ય રીતે ઉદયગિરિમાં ૪૮, ખંડગિરિમાં ૧૯ તથા નીલગિરિમાં ૩ ગુફાઓ છે. એ સ્થાન ઘણા નિર્જન પ્રદેશમાં આવેલું હોવાથી ત્યાંની શાંતિ પણ અહેનિશ એક સરખી જ રહે છે. પહાડોની શોભા અને આજુબાજુના મનરમ અરણ્યની અસર કોઈ પણ માનવ-હૃદય ઉપર થયા વિના ન રહે. તોષાલી નગરીની પાસે જ આ ગુફાઓ આવેલી હોવાથી પૂર્વકાળમાં રાજ્ય તરફથી રક્ષા પામેલા ઘણું સાધુ મુનિઓ આ ગુફાઓમાં વસતા હોવા જોઈએ. એમની ખાતર જ આ ગુફાઓ કે તરાવી કાઢી હોય એ પણ બનવાજોગ છે. એમ કહેવાય છે કે મહારાજા ખારવેલે, જીવનના છેલ્લા દિવસે ધર્મધ્યાનમાં વીતાવવા આ ગુફાને જ આશ્રય લીધો હતો. એ પહેલાં ખારવેલ વખતોવખત શ્રમણનાં દર્શન તેમ જ ઉપદેશશ્રવણ માટે આ ગુફાઓમાં આવતો.
રાણું હંસપુરની ગુફા બહુ મોટી તથા ઘણું કળાયુક્ત ગણાય છે. ખારવેલની કળાભક્તિની એમાં ખુલ્લી અસર દેખાય છે. એ સિવાય ગણેશ ગુફા, અલકાપુરી ગુફા, સ્વર્ગપુરી ગુફા, પાતાલપુરી ગુફા, મંચપુરી ગુફા, વ્યાઘગુફા, સર્પગુફા, જયવિજય ગુફા, હાથીગુફા વિગેરે પણ પ્રસિદ્ધ છે. ખંડગિરિની ગુફાઓમાં, તત્વ ગુફા, નવમુનિ ગુફા, બડભુજ ગુફા, લલાટેન્દુ ગુફા મુખ્ય છે. કલિંગમાં જે વખતે જૈનશાસનને પ્રભાવ હતો તે વખતે ઉપરોક્ત પૈકીની ઘણીખરી ગુફાઓ ખોદાઈ હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com