________________
[ ૧૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે, કારણ કે તે પોતાનો સ્વભાવ છે. તેને માટે અનંતકાળ જોઈતો નથી. પરપદાર્થને પોતાના કરવામાં અનંતકાળ ગયો, તો પણ પોતાના થયા નહિ. જ્યારે પોતાને ગ્રહણ કરવામાં અનંતકાળ જોઈતો જ નથી, અસંખ્ય સમયમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે પોતાને ગ્રહણ કરવોપોતાની પ્રાપ્તિ કરવી તે સહજ છે. ૯. પ્રશ્ન- ‘દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્યને માટે બીજાં સાધનોની રાહુ જોવી ન પડે ” આ બોલ વિશેષ સમજાવવા કૃપા કરશોજી. સમાધાન- દ્રવ્યને બીજાં સાધનોની રાહ જોવી પડે નહિ. બીજાની રાહ જોવી પડે તો તે દ્રવ્ય શેનું? જો તેના કાર્ય માટે બીજાં સાધનોની રાહ જોવી પડે તો તે દ્રવ્ય પોતે નબળું પડી ગયું, પણ દ્રવ્ય પોતે અનંતશક્તિવાળું છે. તેને સાધનોની રાહ જોવી ન પડે કે સાધનો નથી તો હવે કેમ આગળ જવાય?–એવું તેને નથી કારણ સ્વયં પરિણતિ કરનારું દ્રવ્ય છે, તેથી સ્વયં જ તેના કાર્યની પરિણતિ થાય છે.
કુદરતી દ્રવ્ય સ્વત:સિદ્ધ છે. બીજાં સાધન હોય તો દ્રવ્ય ઊભું રહે એમ ન હોય, તે અનાદિથી પોતે પોતાથી જ શાશ્વત ટકેલું છે. તેની પરિણતિના દરેક કાર્યમાં પોતે સ્વતંત્ર છે. દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય, જ્ઞાનની પરિણતિ થાય અને લીનતા વધે એ બધું પરિણમન પોતે સ્વયં કરનારો છે. પોતાના પરિણમનની ગતિ-પુરુષાર્થની ગતિ તે પોતે જ કરે છે. તેની પરિણતિ થાય તેમાં સાધનો આવ્યાં નહિ અને સાધનોની રાહ જોવી પડે તો દ્રવ્ય જ કહેવાય નહિ. આવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહિ. કુદરતની અંદર એવું દ્રવ્ય હોય જ નહિ. સાધન સ્વયં આવી ઊભાં રહે, પોતાને રાહ જોવી પડતી નથી. પોતે સ્વયં પોતાની પરિણતિનો કરનારો છે.
જ્ઞાનનું આખું ચક્ર પોતાથી જ ચાલી રહ્યું છે. તે કર્મને લઈને થતું નથી, અથવા સાધનો મળ્યાં નથી એટલે થતું નથી એમ નથી, પણ પોતાની કચાશને કારણે પોતે અટક્યો છે. પોતે પુરુષાર્થ કરે તો પોતે આગળ જાય છે. માટે તેના કાર્ય માટે સાધનોની જરૂર પડતી નથી. સાધન માટે રોકાવું પડે તો તે દ્રવ્ય જ નથી. એવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહિ. ૧૦. પ્રશ્ન- જ્ઞાની પુરુષો-અવિરતિ સમ્યગ્દષ્ટિ આખો દિવસ શું કરતા હશે ? તેને પરમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com