________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[૯ અંદરથી પલટાવ. તું અભ્યાસ કર કેમકે જીવે અનંતકાળમાં ઘણાં વિકલ્પાત્મક ધ્યાન કર્યા છે. અશુભ છૂટીને શુભ વિકલ્પ એવા મંદ થઈ જાય કે તેને એમ લાગે કે વિકલ્પ જ નથી. પરંતુ ભેદજ્ઞાનના અભ્યાસ વગર એકદમ નિર્વિકલ્પ થવું મુશ્કેલ પડે છે. બહારથી ગમે તેટલાં ધ્યાન કરે, તો પણ વિકલ્પ તૂટતો નથી. એકત્વબુદ્ધિ હોય અને ઉપર-ઉપરથી ધ્યાન કરે તો એકત્વ એમ ને એમ ઊભું રહે અને વિકલ્પ મંદ પડે એટલે મને શાંતિ મળી એમ થાય; પણ એ તો મંદ કષાય છે. પણ વિકલ્પ પકડવાની સૂક્ષ્મતા ન હોય તેને આવું થઈ જાય. પણ જો ભેદજ્ઞાનનો અભ્યાસ કરે કે હું જ્ઞાયક છું, આ બધું મારાથી જુદું છે તો તેને સાચું આવવાનો પ્રસંગ બને છે. નહિ તો ભૂલ થઈ જાય, અર્થાત્ ભ્રમણા થઈ જાય છે. ૭. પ્રશ્ન- શું પોતાનું અસ્તિત્વ યથાર્થપણે ગ્રહણ થાય તો જ તેને દ્રવ્ય-ગુણ-પર્યાયનું સાચું જ્ઞાન થાય ? તથા “સત ચિદાનંદ ”માં “સત ” પહેલાં કેમ લીધું છે? સમાધાન- હું આત્મા ધ્રુવ શાશ્વત ક્યાતીવાળી (સત્ ) એક વસ્તુ છું એમ જ્ઞાનમાં પહેલાં નક્કી થવું જોઈએ. તેમાં એક અસ્તિત્વગુણ નહિ પણ જ્ઞાનઆનંદાદિ અનંતગુણોથી ભરેલો આખો પદાર્થ છું.
હું એક યાતવાળી વસ્તુ છું એટલે ચૈતન્યરૂપે મારું અસ્તિત્વ છે. જડરૂપે મારું અસ્તિત્વ નથી. આમ પહેલાં ગ્રહણ કરે કે મારી હયાતી છે; પછી તે પદાર્થ કેવો છે? તો કહે છે કે જ્ઞાન-આનંદાદિ અનંતગુણોથી ભરેલો છે. જ્ઞાન-આનંદથી ભરપૂર મારું અસ્તિત્વ છે. તેમાં જ્ઞાનરૂપે, આનંદરૂપે એમ અનંતગુણરૂપે મારું અસ્તિત્વ ભેગું આવી જાય. આમ જગતમાં બધી વસ્તુ સત્ છે.
આત્માની ક્યાતી જ ન હોય તો જ્ઞાન-આનંદાદિ બધા ગુણો શેમાં હોય? જો વસ્તુની હયાતી હોય તો તેમાં ગુણો હોય પણ જેની હયાતી જ નથી તેમાં ગુણો કેવી રીતે હોય? જો શાશ્વત વસ્તુ જ નથી તો જ્ઞાન અને આનંદ રહેશે શેમાં? વેદના થાશે શેમાં?
અનંતકાળ ગયો, અનંત જન્મ-મરણ કર્યા પણ જ્ઞાયકનું અસ્તિત્વ જ્ઞાયકરૂપે જ રહ્યું છે. તે નિગોદ-નરકમાં ગયો–ગમે તે ક્ષેત્રમાં રહ્યો અને ગમે તેવા ઉપસર્ગ-પરીષહુ આવ્યા, પણ ચેતનનું અસ્તિત્વ ચેતનરૂપે રહ્યું છે, તેનો નાશ થતો નથી. જ્ઞાયકની જ્ઞાયકરૂપે હયાતી કયારેય છૂટતી નથી. નાશ પામતી નથી તે તેનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com