________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭
બહેનશ્રીની તત્ત્વચર્ચા ] નિર્ણય કરે, તો યથાર્થ પ્રતીતિ કરી શકે છે. પોતે વિચારીને અને અંતરમાંથી નક્કી કરીને જોર લાવે કે આ જાણનાર હું છું, આ રાગાદિ હું નથી, તો પોતે પોતાને ઓળખી શકે છે. પ. પ્રશ્ન- આત્માને ઓળખવાનો અભ્યાસ કેવી રીતે કરવો ? શું બહારનાં કામ છોડી દેવાં? સમાધાનઃ- પોતે અંદરથી ખટક રાખીને વાંચન કરવાનો ટાઈમ ગોતી લેવો. કામ એવાં ન હોવાં જોઈએ કે પોતાને વિચાર-વાંચનમાં ડખલ થાય. એટલાં બધાં કામ ન હોય કે વાંચવાનો કે વિચારવાનો ટાઈમ ન મળે. જો તેવું હોય તો પોતે કામને ઓછો કરીને નિવૃત્તિ મળે એવું કરવું જોઈએ. કેટલાંક કામ છોડવાં જોઈએ, પણ કેટલાં છૂટે તે પોતાની શક્તિ પ્રમાણે છે. પોતાને નિવૃત્તિ મળે, વાંચનવિચારનો ટાઈમ મળે એવી જાતનાં મર્યાદિત કામ હોય. ગૃહસ્થાશ્રમમાં અમુક પ્રકારનાં કામ તો હોય છે, પણ પોતાને નિવૃત્તિ માટે ટાઈમ જ ન મળે અને બોજો વધી જાય તેવું ન હોય. કામ છોડવા કે ન છોડવાં તે તો પોતાની રુચિ ઉપર છે. બાકી ગૃહસ્થાશ્રમમાં પોતાને વાંચન-વિચારનો ટાઈમ મળે એટલું તો હોવું જોઈએ. ૬. પ્રશ્ન:- રાગમાં સહજ એકાકાર થઈ જવાય છે તેનાથી જુદો પડવાનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાન - રાગમાં એકત્વબુદ્ધિ છે તે જ ક્ષણે તેને વિચાર આવવો જોઈએ કે આ રાગ તે હું નથી, હું તો જાણનારો છું. રાગ કાંઈ મારું સ્વરૂપ નથી. જે રાગવિભાવભાવો છે તે આકુળતારૂપ છે, તેમાં કાંઈ શાંતિ દેખાતી નથી, આકુળતાથી જુદો રહેનારો જે શાંતસ્વરૂપ છે, તેમાં રાગની આકુળતા નથી.
એવી જ રીતે ખાતાં, પીતાં કે ગમે તે કાર્યો વખતે તેને વિચાર આવવો જોઈએ કે આ શરીર જુદું, આ ખાવું જુદું, આ આહાર જુદો ને આ પેટ જુદું છે તે વખતે આ વસ્તુ સારી છે ને આ વસ્તુ ખરાબ છે તેવો રાગ આવે છે તે બધી કલ્પના છે. તે તો પુદ્ગલના પર્યાયો છે અને તેમાં રાગ આવે છે તે રાગથી પણ હું જુદો જાણનારો છું
આ ખોરાક પડે તે પેટમાં પડે છે, મારા શાયકમાં તે પડતો નથી, હું જાણનારો તેનાથી જુદો છું તેમ વારંવાર વિચાર કરે. અંતરમાં તેને તે જાતનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com