________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬]
[ સ્વાનુભૂતિદર્શન માર્ગ દેખાડતા હતા. એકલા જ્ઞાયક દ્રવ્યને પકડજે, તો તને જ્ઞાયક ભગવાનમાં જે ભર્યું છે તે બધું મળશે. તેમાં બધી નિધિ ભરી છે તે મળશે. એમ પીંખી પીંખીને બતાવતા હતા, પણ ચાલવાનું પોતાને છે. ગુરુદેવે બધું બતાવી દીધું, પણ ચાલે કોણ ? ગુરુ રસ્તો બતાવે, મોઢમાં કોળિયો મૂકે પણ પોતાની જીભ ચલાવી ગળે ઉતારવાનું પોતાને રહે છે. અર્થાત્ પોતાને પુરુષાર્થ કરવાનો રહે છે.
આવું દેખાડનાર આ પંચમકાળમાં કોણ મળે ? દુનિયામાં બધા જીવો કયાંક ને કયાંક અટકેલા હોય છે. કોઈક આટલું વાંચે ને ભક્તિ-ત્યાગ-ક્રિયા કરે એટલે ધર્મ થઈ ગયો, વળી કોઈક ધ્યાન કરે અને અજવાળાં દેખાય, કે ભગવાન દેખાય એટલે ધર્મ થઈ ગયો એમ માને છે. આમ કયાંક તે કયાંક ભ્રમણામાં ભૂલા પડયા છે.
ગુરુદેવે બધું સમજાવ્યું છે એટલે કોઈ મુમુક્ષુને ભ્રમણા થવાનો અવકાશ નથી. માત્ર ચાલવાનું જ બાકી છે, એટલું બધું ગુરુદેવે બતાવ્યું છે. બધા ઉ૫૨થી દૃષ્ટિ ઉઠાવી એક ચૈતન્ય ઉપર દષ્ટિ કર, ભેદજ્ઞાન પ્રગટ કર. સ્વાનુભૂતિ પ્રગટ કરી તેમાં જ તૃષ્ટિ પામ તો તેમાંથી જ આનંદનો સાગર ઊછળશે. શાંતિનો સાગ૨, જ્ઞાનનો સાગર તેમાં ભર્યો છે અને તેમાંથી જ શાંતિ-જ્ઞાન ઊછળશે. તેમાં જ વારંવાર દૃષ્ટિ, જ્ઞાન અને લીનતા કરવાથી તેમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થશે. ૪. પ્રશ્ન:- નાસ્તિભાવે નિર્ણય બરાબર થાય છે. પણ અસ્તિભાવે પકડાતું નથી કે હું ગાયક આત્મા જ છું?
સમાધાનઃ- પહેલાં આત્મા દેખાતો નથી એટલે અસ્તિ ગ્રહણ થતી નથી ને રાગાદિ બધું કરવા જેવું નથી એમ થાય છે, કેમ કે રાગાદિ દુઃખરૂપ લાગે છે, તો પણ આત્મા સ્વ લક્ષણથી ઓળખાય છે. જાણનારો છે તે જ હું છું એમ પોતે વિચાર કરીને ને ઊંડો ઊતરીને સૂક્ષ્મ ઉપયોગ કરે તો પોતાની અસ્તિ ગ્રહણ થાય છે. પોતે પોતાને ભૂલી ગયો છે, પણ પોતે જ છે. બીજો નથી.
બધા ભાવો ચાલ્યા ગયા, પણ પોતે જાણનારો તો એમ ને એમ શાશ્વત રહે છે. ગયા કાળમાં જે વિકલ્પો થયા તેને પોતે યાદ કરી શકે છે, પણ પોતે તો એમ ને એમ જ રહે છે. માટે જાણનારનું જેવું છે તેવું અસ્તિત્વ ગ્રહણ કરવા માગે તો કરી શકે છે. પોતે અંદર ઊંડો ઊતરીને જે આ જાણનારો શાયક છે-તે
જ હું છું એમ તેના ઉપર જોર લાવી શકે છે. એમ જ્ઞાયક ઉપર જોર લાવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com