________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન
૪]
છે. આ કર્યા વગર છૂટકો નથી. દ્રવ્ય ઉપરની દૃષ્ટિના જોરપૂર્વક ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો, તેના વગર બીજો કોઈ ઉપાય નથી. આમ અંત૨માં પોતે પોતાના હૃદયને ભીંજવીને પુરુષાર્થ કરવો, આ એક જ ઉપાય છે. સ્વ તરફ જવું હોય તો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, તેવો નિર્ણય પોતાને આવવો જોઈએ અને તે નિર્ણયના બળે તેવી જાતનો પુરુષાર્થ પોતે કરે તો થાય.
મુમુક્ષુઃ- નિર્ણય એમ જ છે કે જ્ઞાયકના આશ્રય વિના સમ્યગ્દર્શન પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી, પણ બળ આવતું નથી, તો શું કરવું?
બહેનશ્રી:- અંદરનો પુરુષાર્થ કર્યા વગ૨, લગની લગાડયા વગર છૂટકો જ નથી. અનાદિનો બીજો અભ્યાસ છે અને પુરુષાર્થની મંદતા છે એટલે ગમે ત્યાં કયાંક રોકાયા કરતો જ હોય છે. પણ ભેદજ્ઞાનનો વારંવાર-વારંવાર અભ્યાસ કર્યા જ કરે તે જ ઉપાય છે.
મુમુક્ષુઃ- આપ કહો છો તે વાત સાચી છે કે જીવ કયાંક રોકાતો હોય છે, અને જ્યાં રોકાય છે તેનો ખ્યાલ પણ આવે છે, પણ તે વખતે કઈ રીતે જુદું પડવું ?
બહેનશ્રી:- જ્ઞાનથી નિર્ણય કર્યો, પણ અંદરથી હૃદય એટલું ભીંજાયેલું હોય-પોતાને અંદરથી ખટક લાગે તો છૂટો પડે. અંદરમાંથી ખટક લાગવી જોઈએ તેમ જ જ્ઞાયકની મહિમા આવવી જોઈએ, આ વિભાગ માત્ર દુઃખરૂપ છે તેવું અંદર વેદનમાં લાગવું જોઈએ; આ વિભાવ દુઃખરૂપ છે ને દુઃખફળરૂપ છે તેવી ખટક લાગે તો તેનાથી છૂટો પડે. નિર્ણય પછી પણ તેને પોતાને ખટક લાગવી જોઈએ તો છૂટો પડે. માત્ર વિચાર કર્યા કરે એમ નહિ, પણ અંદરથી ખટક લાગવી જોઈએ.
મુમુક્ષુ- જ્યાં સુધી પોતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આમ જ કર્યા કરે ?
બહેનશ્રી- પોતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપી પોતાની શ્રદ્ધા જોરદાર કરવાનો પ્રયત્ન કરવો અને ભેદજ્ઞાન કરવું. આ એક જ માર્ગ છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ ચારે બાજુથી સમજે, ચારે બાજુથી શાસ્ત્રનાં પડખાં વિચાર્યા કરે. તત્ત્વ વિચારે અને પોતે સ્વયં અંતરમાં વિચારી શાસ્ત્રમાં આવે છે
તે પ્રમાણે નક્કી કરે. પોતાની શ્રદ્ધાનું બળ પોતે લાવવું જોઈએ કે આ હું જ્ઞાયક છું અને આ હું નથી.-આવું શ્રદ્ધામાં બળ લાવવું, એકવાર વિચાર કરે કે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com