________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૨]
તેમને જિનવાણીનું એટલું બહુમાન હતું કે વાણીનો અર્થ કરતાં થાકતા જ ન હતા, શાસ્ત્રોના અર્થ તેઓશ્રીની વાણીમાં એકધારાએ નીકળ્યા કરતા હતા. વ્યાખ્યાન આપે ત્યારે એક શબ્દમાં આખું બ્રહ્માંડ ખડું કરતા હતા.
ૐકારનું બહુમાન સહેજે હતું જિનવર તે જીવ અને જીવ તે જિનવર એમ વારે વારે સહેજે તેમના હૃદયમાંથી આવતું હતું. તેમનું દ્રવ્ય જ એવું હતું એટલે સહેજે આવું આવતું હતું. તેઓ બધાને ‘ૐૐ' લખી દેતા. કોઈને ‘ૐૐ સહજ ચિદાનંદ' પણ લખી દેતા. ૧.
પ્રશ્ન:- તીર્થંકરની સભામાં લાખો-કરોડો જીવ હોય પણ તેમાં તીર્થંકરનો જીવ તો કોઈક જ હોય ને ?
સમાધાનઃ- સમવસરણ–સભામાં તીર્થંકરનો જીવ તો કોઈક હોય, બધા શ્રોતા તીર્થંકરનો જીવ થોડા હોય ? હંમેશાં તીર્થંકર ભગવાન તો અમુક જ થાય. શ્રોતા ઘણા હોય, પણ તેમાં તીર્થંકર થનારા કોઈ કોઈ હોય. તીર્થંકરનો જીવ અણમૂલું દ્રવ્ય છે. તેઓ માર્ગ પ્રકાશનારા છે. તેમની વાણી દ્વારા લાખો-કરોડો જીવો માર્ગ પામે છે. જગતમાં સર્વોત્કૃષ્ટ હોય તો તીર્થંકર ભગવાન જ છે. એવા સર્વોત્કૃષ્ટ જીવ કોઈક જ હોય ને? ઇન્દ્ર પણ દેવલોક છોડીને ભગવાનના ચરણમાં આવે છે અને મહિમા કરે છે કે અમને પુણ્યની મહિમા નથી, તમારી મહિમા છે. ભગવાન તો પુણ્ય અને પવિત્રતા-બંનેમાં સર્વોત્કૃષ્ટ છે. તેમની આગળ બધું ઝાખું છે. આખા લોકની અંદર સર્વોત્કૃષ્ટ હોય તો તીર્થંકર ભગવાન છે, માટે એવા દ્રવ્ય થોડા હોય છે. તેમની વાણી એવી હોય છે કે તે સાંભળતાં કેટલાય જીવો માર્ગ પામી જાય. તેમના અતિશયો જુદા હોય છે, તેમના દર્શનમાત્રથી જીવોના ભાવ પલટાઈ જાય છે.
ગૌતમસ્વામીએ માનસ્તંભ દેખ્યો તેમનું માન ગળી ગયું ભગવાનની અતિશયતા ચારે બાજુ પથરાયેલી હોય છે. માન ગળ્યું તેમાં માનસ્તંભ કારણ નથી, ભગવાન કારણ છે. ભગવાનનો અતિશય ચારે બાજુ હોય છે. આ માનસ્તંભ આવો છે તો ભગવાન કેવા હશે! એમ આશ્ચર્ય થતાં જ ત્યાં ને ત્યાં માન ગળી ગયું ને બધા આગ્રહો છૂટી ગયા. પ્રથમ અંદરમાં એટલા આગ્રહ હતા કે મારા જેવું કોઈ નથી, હું તો સર્વજ્ઞ છું–એટલું અંદર અભિમાન હતું પણ માનસ્તંભ દેખીને એક્દમ માન ગળી ગયું ને ત્યાંથી પાત્રતા શરૂ થઈ ગઈ. ભગવાનના
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com