________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ॐ
श्री परमात्मने नमः।
સ્વાનુભૂતિદર્શન * બહેનશ્રીની તત્ત્વચર્ચા
પ્રશ્ન:- પૂજ્ય ગુરુદેવના વચનામૃતમાં ‘ૐ સહજ ચિદાનંદ ' આવે છે, તો તેમાં શું કહેવું છે ?
સમાધાનઃ- ૐ એ ભગવાનની વાણી છે. ૐ ધ્વનિ નિરક્ષી હોય છે. જિનવાણીનો ગુરુદેવને બહુ પ્રેમ હતો એટલે તેમને “ૐ સહજ ચિદાનંદ ” એમ આવતું સહજ ચિસ્વરૂપ આનંદસ્વરૂપ આત્મા છે. સહજ ચિદાનંદ એવા આત્માને તું ઓળખ. તે શેનાથી ઓળખાય ? આ થી ઓળખાય છે–ભગવાનની વાણીથી આત્મા ઓળખાય છે. ગુરુદેવને નો ભાસ પણ થયો હતો.
મુમુક્ષુઃ- સહજ ચિદાનંદ આત્મા ૐકાર ધ્વનિ દ્વારા ઓળખાય છે?
બહેનશ્રી:- આત્મા સહજ ચિદાનંદ છે તે કાર ધ્વનિ દ્વારા ઓળખાય છે. ભગવાન આત્મા સહજ ચિદાનંદ છે તેને ભગવાનની વાણી ઓળખાવે છે. એવો ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે. ૐ ને ઓળખે તે આત્માને ઓળખે. ૐકાર દ્વારા બધું ઓળખાય છે. અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરે છે. તેમાં ભગવાન સાક્ષાત્ મળે, ભગવાનની વાણી મળે અથવા ગુરુની વાણી મળે ત્યારે આત્માને ઓળખે. આવો ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે અર્થાત્ એવો વાણી સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ગુરુદેવને જિનવાણીનો કોઈ જુદી જ જાતનો પ્રેમ હતો. તેમને અંદરથી સહજ શ્રુતનો પ્રેમ હતો.
મુમુક્ષુ-ગુરુદેવ પૂર્વે સાંભળીને આવ્યા હતા ને ?
બહેનશ્રી:- હા, પોતે પૂર્વે સાંભળીને આવ્યા હતા. એક અભીક્ષ્ણ જ્ઞાન ઉપયોગ (શાસ્ત્રમાં) આવે છે, એવું શ્રુતનું જ્ઞાન ગુરુદેવને અંતરમાંથી આવતું હતું. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com