________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૭ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમભાવ– જિનવચનના શ્રવણથી સંવેગ થાય છે અને એ સંવેગથી જ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે.
તત્ત્વોનો બોધ=આ તત્ત્વ છે, આ અતત્ત્વ છે એવો નિર્ણય. (જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી તત્ત્વ-અતત્ત્વનો નિર્ણય કરી શકાય છે.)
તીર્થકરે જે કહ્યું છે તે સાંભળવાથી આ લાભો થાય છે. સામાચારી તીર્થકરે કહેલી છે. (માટે શ્રાવક સામાચારીને અવશ્ય સાંભળે.) (૩)
किं च देहस्वजनवित्तप्रतिबद्धः कश्चिदहृदयो न श्रृणोतीत्येषामसारताख्यापनाय जिनवचनश्रवणस्य सारतामुपदर्शयन्नाह
न वि तं करेइ देहो, न य सयणो नेय वित्तसंघाओ जिणवयणसवणजणिया, जं संवेगाइया लोए ॥ ४ ॥ [नापि तत्करोति देहो न च स्वजनो न च वित्तसंघातः । जिनवचनश्रवणजनिता यत्संवेगादयो लोके ॥ ४ ॥]
नापि तत्करोति देहो न च स्वजनो न च वित्तसंघातः जिनवचनश्रवणजनिता यत्संवेगादयो लोके कुर्वन्ति । तथाह्यशाश्वतः प्रतिक्षणभङ्गुरो देहः शोकायासकारणं क्षणिकसंगमश्च स्वजन: अनिष्ठितायासव्यवसायास्पदं च वित्तसंघात इत्यसारता । तीर्थकरभाषिताकर्णनोद्भवाश्च संवेगादयो जातिजरामरणरोगशोकायुपद्रवव्रातरहितापवर्गहेतव इति सारता । ગત: શ્રોતત્રં વિનવવમિતિ || ૪ |
કોઈ મનુષ્ય શરીર-સ્વજન-ધનમાં આસક્ત હોય અને એથી હૃદયહીન હોય ( જિનવચન શ્રવણની ભાવનાથી રહિત હોય) એથી જિનવચન ન સાંભળે. આથી શરીર વગેરે અસારભૂત છે એ કહેવા માટે જિનવચનનું શ્રવણ સારભૂત છે એ બતાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ- લોકમાં જિનવચનના શ્રવણથી ઉત્પન્ન થયેલા સંવેગ વગેરે ગુણો જે (લાભ) કરે છે તે શરીર, સ્વજન અને ધનસમૂહ ન કરે.
૧. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી માત્ર બોધ થાય છે. નિર્ણય દર્શનમોહનીયના
ક્ષયોપશમથી થાય છે. આથી અહીં દર્શનમોહનીયના ક્ષયોપશમપૂર્વકનો
જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સમજવો. २. अनिष्ठितासद्व्यवसायास्पदं ।