Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ પહેલી
ધર્મના નામે અધર્મનું પ્રસારણ કરનારા એવા કુગુરુઓના પંજામાં જે ભદ્રિક જીવો ફસાઈ જાય છે, તેઓને હે પ્રભુ ! તમારા વિના બીજા કોઈનું પણ શરણ કામ આવતું નથી. એવું ભરતક્ષેત્રની પરિસ્થિતિથી ઉત્પન્ન થયેલું પોતાનું દુ:ખ ગ્રંથકારશ્રી પ્રભુ પ્રત્યે વ્યક્ત કરે છે.
કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે । તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક રે । સ્વામી સીમંધરા વિનતિ. ॥ ૧-૨ ॥
વાસના = ખોટા સંસ્કારો, પાસ
જાળ, પરે પેઠે, ફોક
ફોગટ.
૫
=
ગાથાર્થ=જે લોકો કુગુરુઓની મિથ્યા ઉપદેશ આપવા રૂપ વાસનાની (એટલે કે મિથ્યા ઉપદેશ આપવાના સંસ્કારની) જાળમાં હરણની જેમ ફસાયા છે. તે લોકોને હે પ્રભુ ! તમારા વિના બીજા કોઈનું શરણ નથી. બિચારા તે લોકો ફોગટ (નિરર્થક) ટળવળે છે (આમથી તેમ રખડે છે) II ૨ ॥
Jain Education International
=
વિવેચન= “દેવ-ગુરુ-ધર્મ” આ ત્રણ તત્ત્વો જ સંસારથી તારનારાં છે પરંતુ “ગુરુ” શબ્દ વચ્ચે મૂકવાનું કારણ તે જ છે કે દેવને અને ધર્મને ઓળખાવનાર જો કોઇ તત્ત્વ હોય તો તે ગુરુ છે. ગુરુની સાથે આત્માનું સાક્ષાત્ જોડાણ થાય છે અને દેવ તથા ધર્મની સાથે ગુરુ દ્વારા પરંપરાએ જોડાણ થાય છે, તેથી ગુરુપદનું મૂલ્ય ઘણું અધિક છે. જો ગુરુપદમાં સદ્દગુરુને બદલે કુગુરુ મળી જાય તો તેવા દેવ અને તેવા ધર્મને (એટલે કે કુદેવ અને કુગુરુને) સમજાવે અને સદ્ગુરુ મળી જાય તો તેવા દેવ અને તેવા ધર્મને સમજાવે. તેથી ગુરુપદ અતિશય મહત્ત્વવાળું હોવાથી વચ્ચે પ્રસ્થાપિત કર્યું છે.
For Private & Personal Use Only
હે પરમાત્મા ! આપશ્રીનાં શાસ્ત્રોને સાંભળવા પ્રમાણે દશે દૃષ્ટાન્ત દુર્લભ એવો માનવભવ, તેમાં પણ આર્યદેશ, ઉત્તમકુળ, જૈનત્વ, નિરોગી દેહ, પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા, અને ધર્મ સંસ્કારોવાળું ઘર, ઈત્યાદિ
www.jainelibrary.org