________________
(કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૬ + ૧૨ + ૧૨ + ૨૪ + ૧ = પ૬ ઉદયભાંગા થાય છે. અને તીર્થકરકેવલીને-૨૧/ ૨૭/ર૯/૩૦/૩૧૯ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૬ ઉદયભાંગા થાય છે. એટલે કેવલજ્ઞાનમાર્ગણામાં કુલ-૫૬ + ૬ = ૬૨ ઉદયભાંગા થાય છે. મતિ-અજ્ઞાનમાર્ગણાઃ
મતિ-અજ્ઞાન બીજા કે ત્રીજા ગુણઠાણા સુધી જ હોય છે. તેથી મતિ-અજ્ઞાનમાર્ગણામાં આહારકમનુષ્યના-૫ ઉદયસ્થાન અને તેના ૭ ઉદયભાંગા ઘટતા નથી. કેવલીભગવંતના ૧૦ ઉદયસ્થાન અને તેના૮ ઉદયભાંગા ઘટતા નથી અને વૈશરીરીસંયમી મનુષ્યને જ ઉદ્યોતનો ઉદય હોય છે. તેથી વૈમનુષ્યના ૨૮/ર૯/૩૦ના ઉદયના ઉદ્યોતવાળા ૧ + ૧ + ૧ = ૩ ભાંગા ઘટતા નથી. એટલે કુલ-૭ + ૮ + ૩ = ૧૮ ભાંગા ઘટતા નથી. તેથી ૭૭૯૧ ભાંગામાંથી ૧૮ ભાંગા બાદ કરવાથી ૭૭૭૩ ઉદયભાંગા મતિ-અજ્ઞાનમાર્ગણામાં ઘટે છે. મતિ-અજ્ઞાનમાર્ગણાની જેમ.
શ્રુત-અજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા ઘટે છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણા -
વિર્ભાગજ્ઞાન લબ્ધિ-પર્યાપ્તસંજ્ઞીને જ હોય છે. એક0-વિકલે૦ અને લબ્ધિ-અપર્યાપ્તાને વિર્ભાગજ્ઞાન હોતું નથી. તથા વિર્ભાગજ્ઞાન બીજા કે ત્રીજા ગુણઠાણા સુધી જ હોય છે. તેથી આહારકમનુષ્ય, કેવલીમનુષ્ય અને ઉત્તરવૈક્રિયશરીરી સંયમીમનુષ્યને વિર્ભાગજ્ઞાન હોતું નથી.
વિલંગજ્ઞાન પર્યાપ્તાવસ્થામાં ચારગતિના સંજ્ઞીજીવોને હોય છે. અપર્યાપ્તાવસ્થામાં માત્ર દેવ-નારકને હોય છે. સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય કે નહીં ? એ બાબતમાં બે મત છે.
(૧) પ્રજ્ઞાપનાવૃત્તિમાં કહ્યું છે કે સંજ્ઞાતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોઈ શકે છે. એ મતાનુસારે ચારેગતિના
૩૩૦