________________
સર્વ પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારપછી સમ્યકત્વગુણઠાણ આવી જાય છે. એટલે મિથ્યાત્વગુણઠાણે મનુષ્યને મનુષ્યભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નારકને નારકભવના પહેલા અંતર્મુહૂર્તમાં ૮૯ પ્રકૃતિ સત્તામાં હોય છે.
૮૦/૭૯/૭૬/૭પનું દ્વિતીયસત્તાચતુષ્ક ક્ષપકશ્રેણીમાં મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૪મા ગુણઠાણાના ઢિચરમસમય સુધી જ હોય છે અને ૮૯ નું સત્તાસ્થાન ૧૪મા ગુણઠાણાના ચરમસમયે જ હોય છે તેથી મિથ્યાત્વે ન હોય..
* સાસ્વાદન અને મિશ્ન ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન જ હોય છે બાકીના ન હોય. કારણ કે, કોઈપણ જીવ જિનનામની સત્તા લઈને, તથાસ્વભાવે જ બીજા-ત્રીજા ગુણઠાણે જતો નથી. એટલે ૯૩/૮૯ની સત્તા ન હોય અને કોઈપણ જીવ ઉપશમસમ્યકત્વથી પડીને સાસ્વાદને આવતો હોવાથી, તેને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે. તેથી સાસ્વાદનાદિ ગુણઠાણે ૮૬/૮૦/૭૮નું અધુવસત્તાત્રિક હોતું નથી અને ક્ષપકશ્રેણીના૮૦/૭૯/૭૬/૭૫ અને અયોગીના-૮/૯ (કુલ-૬) સત્તાસ્થાન હોતા નથી.
* ૪ થી ૮ ગુણઠાણા સુધી ૯૩/૯૨/૮૯/૮૮નું પ્રથમ સત્તાચતુષ્ક હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય. કારણ કે ૮૬/૮૦/ ૭૮નું અધ્રુવસત્તાત્રિક ૧લા ગુણઠાણે જ હોય છે અને ૮૦/૭૯૭૬/ ૭૫.. દ્વિતીયસત્તાચતુષ્ક ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના બીજા ભાગથી જ હોય છે. ૯૮નું સત્તાસ્થાન અયોગીને ચરમસમયે જ હોય છે તેથી ૪ થી ૮ ગુણઠાણે ૮ સત્તાસ્થાન ન હોય.
* ૯ થી ૧૧ ગુણઠાણા સુધી ઉપશમશ્રેણીમાં ૯૩/૯૨/૮૯) ૮૮ નું પ્રથમ સત્તાચતુષ્ક હોય છે તથા ૯મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી ક્ષપકશ્રેણીમાં ૯૩/૯૨/૮૯/૮૮ નું પ્રથમસત્તાચતુષ્ક હોય છે અને ૯મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૪મા ગુણઠાણાના વિચરમસમય સુધી ૮૦/૭૯૭૬/૭પનું દ્વિતીયસત્તાચતુષ્ક હોય છે. + ૧૪મા ગુણઠાણાના છેલ્લાસમયે ૮૯નું સત્તાસ્થાન હોય છે.
૩૫૨