________________
વિપાકોદયથી પ્રતિપક્ષી (અનુદયવતી) પ્રકૃતિઓ તથા નીચગોત્રને (અયોગ કેવલી) ભવના કિચરમસમયે ખપાવે છે.
બે વેદનીયમાંથી-૧ વેદનીય, મનુષ્યાય, ઉચ્ચગોત્ર અને નામકર્મની-૯ પ્રકૃતિને અયોગીતીર્થકર ભગવાન ઉત્કૃષ્ટથી ભોગવે છે અને જઘન્યથી ૧૧ પ્રકૃતિને સામાન્યઅયોગ કેવલીભગવાન ભોગવે છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને તીર્થકર નામકર્મ.. એ નામકર્મની ૯ પ્રકૃતિ છે.
વિવેચનઃ- (૧) વૈક્રિયશરીર (૨) વૈક્રિયઅંગોપાંગ (૩) વૈક્રિયબંધન (૪) વૈક્રિયસંઘાતન (૫) આહારકશરીર (૬) આહારક અંગોપાંગ (૭) આહારકબંધન (૮) આહારકસંઘાતન (૯) દેવગતિ (૧૦) દેવાનુપૂર્વી. એ ૧૦ પ્રકૃતિ દેવગતિની સાથે જ બંધાય છે.
ઔદારિકશરીર, ઔ અંગોપાંગ, ઔદારિક બંધન, ઔદારિકસંઘાતન, તૈજસશરીર, તૈજસબંધન, તેજસસંઘાતન, કાર્મણશરીર, કાર્મણબંધન, કાર્મસંઘાતન, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, વર્ણાદિ-૨૦, મનુષ્યાનુપૂર્વી, શુભ-અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉચ્છવાસ, અપર્યાપ્ત, પ્રત્યેકનામકર્મ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુસ્વર-દુઃસ્વર, દુર્ભગ-અનાદય-અયશ, નીચગોત્ર અને બે વેદનીયમાંથી-૧... એ ૬૩ પ્રકૃતિ અનુદયવતી છે.
અયોગીકેવલીભગવંત પોતાના ભવના દ્વિચરમસમયે કુલ-૧૦ + ૬૩ = ૭૩ પ્રકૃતિની સત્તાનો નાશ કરે છે.
૧૪મા ગુણઠાણે તીર્થંકરભગવંતને ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સામાન્ય કેવલીને જિનનામ વિના ૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૪મા ગુણઠાણે તીર્થંકરભગવંતને નામકર્મની-૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સાવકેવલીને જિનનામ વિના ૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
- ૫૮૪