________________
(૪) અરજ = રોગ રહિત.
સંસારી જીવને શરીરના કારણે રોગ થાય છે પણ સિદ્ધભગવંતને શરીર ન હોવાથી રોગાદિદોષોથી રહિત સુખ છે.
(૫) નિરુપમ = ઉપમા વગરનું...
સંસારમાં એવી કોઈ જ વસ્તુ નથી કે જેની સાથે સિદ્ધભગવંતના સુખને સરખાવી શકાય. એટલે સિદ્ધભગવંતનું સુખ કોઈપણ જાતની ઉપમા વગરનું છે.
(૬) સ્વાભાવિક = મૂળ સ્વભાવથી ઉત્પન્ન થયેલું સુખ.
વેદનીયકર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી જે અક્ષયસુખ ઉત્પન્ન થાય છે તે આત્માનો મૂળ સ્વભાવ હોવાથી સિદ્ધભગવંતને સ્વાભાવિકસુખ હોય છે.
(૭) અનિધન = અનંતકાળ રહેનારુ સુખ
જે સુખનો ક્યારેય પણ નાશ થવાનો નથી એવું અનંતકાળ રહેનારુ જે સુખ છે, તે અનિધન સુખ છે.
(૮) અવ્યાબાધ = બાધારહિત સુખ... વિ+મા+જ્ઞાધુ = વ્યાબાધ = પીડા (દુઃખ)
અવ્યાબાધ = પીડારહિત, દુઃખરહિત, દુઃખનિરપેક્ષ શાશ્વત સુખ સિદ્ધભગવંતને છે.
(૯) ત્રિરત્નસાર = સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના સારભૂત.
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્રના સારભૂત એવું સિદ્ધિસુખને મોક્ષમાં પહોંચેલા મહાત્માઓ અનુભવે છે.
અહીં ક્ષપકશ્રેણીનું સ્વરૂપ ટૂંકમાં જ બતાવ્યું છે. કારણ કે સપ્તતિકાગ્રંથના પ્રકાશનની પૂર્વે જ ક્ષપકશ્રેણી નામનું પુસ્તક પ્રકાશિત થઈ ગયું છે. તેમાં વિસ્તારથી સચિત્ર પણશ્રેણીનું
૫૮૭