________________
મનુષ્યાનુપૂર્વીનું ચરમનિષેકમાં રહેલું કર્મદલિક સજાતીય ઉદયવતી કર્મપ્રકૃતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમી જવાથી, મનુષ્યાનુપૂર્વીની સ્વરૂપ સત્તાનો નાશ થાય છે. એટલે અયોગી ગુણઠાણાના ચરમસમયે મનુષ્યાનુપૂર્વીની સત્તા હોતી નથી. તેથી ચરમસમયે તીર્થંકરભગવંતને ૧૨ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે અને સામાન્ય કેવલીભગવંતને જિનનામ વિનાની૧૧ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે.
अह सुइयसयलजगसिहरमरुयनिरुवमसहावसिद्धिसुहं । अनिहणमव्वाबाहं तिरयणसारमणुहवंति ॥८८॥
ગાથાર્થ - આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય થયા પછી જીવ એકાંતશુદ્ધ, સંપૂર્ણ, જગતના શિખરભૂત, રોગરહિત, ઉપમારહિત, સ્વાભાવિક, અનંતકાલ રહેનારુ, બાધારહિત, ત્રણ રત્નના સારભૂત મોક્ષસુખને અનુભવે છે.
વિવેચન - આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યા પછી આત્માને કેવું સુખ મળે છે ? એ ગ્રંથકારભગવંત કહી રહ્યાં છે.
(૧) શુચિક = એકાંતે શુદ્ધ સુખ..
સંસારી જીવને રાગ-દ્વેષથી સુખ ઉત્પન્ન થાય છે, તે અશુદ્ધસુખ છે અને સિદ્ધભગવંતને રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ થયેલો હોવાથી શુદ્ધ આત્માથી જે સુખ ઉત્પન્ન થાય છે, તે એકાંતે શુદ્ધસુખ છે.
(૨) સકલ = પરિપૂર્ણ (સંપૂર્ણ) સુખ...
સંસારી જીવને કર્મનું બંધન હોવાથી આંશિક સુખ હોય છે અને સિદ્ધભગવંતને સંપૂર્ણ કર્મના ક્ષયથી ક્ષાયિકભાવનું સુખ ઉત્પન્ન થાય છે તે પરિપૂર્ણ સુખ છે.
(૩) જગતના શિખરભૂત = જગતના સર્વ સુખોથી શ્રેષ્ઠ સુખ
જગતમાં જેટલા પ્રકારના સુખ છે તેનાથી સર્વ શ્રેષ્ઠ સુખ સિદ્ધ ભગવંતને હોવાથી જગતના શિખરભૂત સુખ છે.
૫૮૬