________________
મતાંતર:
तच्चाणुपुव्विसहिया, तेरस भवसिद्धिअस्स चरमंमि । संतं सगमुक्कोसं जहन्नयं बारस हवंति ॥८६॥ मणुअगइसहगयाओ भवखित्तविवागजीअविवागाओ । वेअणीयन्नयरुच्चं चरमसमयंमि खीयंति ॥८७॥
ગાથાર્થ - તે જ ભવે મોક્ષે જનારા (ભવસિદ્ધિક) જીવને ૧૪માં ગુણઠાણાના ચરમસમયે ઉત્કૃષ્ટથી તૃતીય આનુપૂર્વી (મનુષ્યાનુપૂર્વી) સહિત ૧૩ પ્રકૃતિની સત્તા હોય છે અને જઘન્યથી ૧૨ પ્રકૃતિની સત્તા હોય છે.
મનુષ્યગતિની સાથે જે ઉદયમાં હોય છે એવી ભવવિપાકી, ક્ષેત્રવિપાકી અને જીવવિપાકી નામકર્મની પ્રકૃતિઓ તથા બેમાંથી એક વેદનીય અને ઉચ્ચગોત્રમ્ (કુલ-૧૩) પ્રકૃતિઓ ૧૪મા ગુણઠાણાના છેલ્લા સમયે નાશ પામે છે.
વિવેચનઃ- કેટલાક આચાર્યભગવંતનું એવું માનવું છે કે, મનુષ્યગતિની સાથે જ મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોય છે તેથી મનુષ્યગતિની સાથે મનુષ્યાનુપૂર્વીની સત્તાનો નાશ થાય છે. એટલે ૧૪મા ગુણઠાણાના છેલ્લા સમયે તીર્થંકરભગવંતને મનુષ્યગતિની સાથે ભવવિપાકી-મનુષ્યાયુ, ક્ષેત્રવિપાકી-મનુષ્યાનુપૂર્વી અને જીવવિપાકીમનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશ, તીર્થંકર નામકર્મ (કુલ-૯) તથા બે વેદનીયમાંથી-૧ અને ઉચ્ચગોત્ર... એ ૧૩ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે અને સામાન્ય કેવલીને તીર્થંકરનામકર્મ વિનાની ૧૨ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે.
સપ્તતિકા ગ્રંથકાર ભગવંતનું એવું માનવું છે કે, મનુષ્યાનુપૂર્વી ક્ષેત્રવિપાકી હોવાથી, તેનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. ભવસ્થ જીવોને આનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી અયોગીકેવલીગુણઠાણે મનુષ્યાનુપૂર્વી અનુદયવતી છે. એટલે અયોગી ગુણઠાણાના ચરમસમયે
૫૮૫