Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 299
________________ સમયે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ (કુલ-૧૪)નો નાશ થાય છે. તે વખતે ઘાતીકર્મોનો સંપૂર્ણ નાશ થાય છે. ત્યાર પછીના સમયે જીવ કેવળજ્ઞાની બને છે. જે કેવલીભગવંતને તીર્થંકરનામકર્મનો ઉદય ન હોય, તે સામાન્ય કેવલી કહેવાય છે અને જે કેવલીભગવંતને તીર્થંકરનામકર્મનો ઉદય હોય છે તે તીર્થંકરકેવલી કહેવાય છે. સયોગીકેવલી ગુણઠાણાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ કહ્યો છે. સયોગી કેવલીભગવંત પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે ભવોપગ્રાહી કર્મોને ખપાવવા માટે કેવલીસમુદ્દાત કે યોગનિરોધની વિશિષ્ટ ક્રિયાઓ કરતાં પહેલા આયોજિકાકરણ કરે છે. ત્યાર પછી કેવલીસમુદ્દાત કરીને યોગનિરોધ કરે છે. યોગનિરોધ કર્યા પછી તે મહાત્મા અયોગીકેવલી બને છે. જો અયોગીકેવલી ભગવંત તીર્થંકર હોય તો ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૮૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને સામાન્ય કેવલીભગવંત હોય, તો ૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૮૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. અયોગીકેવલીગુણઠાણાના દ્વિચ૨મસમયે અયોગીકેવલીભગવંતને અનુદયવતી-૭૩ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે. देवग सहगयाओ दुचरमसमयभवियंमि खीयंति । સવિવાઘેયરનામા, શીયાળોથું પિ તત્થવ ૫૮૩॥ अन्नयरवेयणीअं, मणुआउअमुच्चगोअ नव नामे । वेएइ अजोगिजिणो उक्कोस जहन्नमिक्कारा ॥ ८४॥ मणुअगइ जाइ तस बायरं च पज्जत्तसुभगमाइज्ज । जसकित्ती तित्थयरं, नामस्स हवंति नव एया ॥८५ ॥ ગાથાર્થ:- દેવગતિની સાથે જેનો બંધ છે એવી પ્રકૃતિઓ અને ૫૮૩

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314