Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 297
________________ કાલક્ષયથી પતન થયું કહેવાય. અહીં ઉપશમશ્રેણીનું સ્વરૂપ ટૂંકમાં જ બતાવ્યું છે. કારણ કે સપ્તતિકાગ્રંથના પ્રકાશનની પૂર્વે ઉપશમશ્રેણી નામનું પુસ્તક પ્રકાશિત થઈ ગયું છે. તેમાં વિસ્તારથી ચિત્રસહિત ઉપશમશ્રેણીનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ ગ્રંથમાં ફરીથી વિસ્તારથી ઉપશમશ્રેણીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું નથી. જિજ્ઞાસુએ ઉપશમશ્રેણી નામના પુસ્તકમાંથી ઉપશમશ્રેણીનું સ્વરૂપ જોવું... ક્ષપકશ્રેણીનું સ્વરૂપ: पढमकसायचउक्कं, इत्तो मिच्छत्तमीससम्मत्तं । अविरयसम्म देशे, पमत्ति अपमत्ति खीयंति ॥७८॥ अनियट्टिबायरे, थीगिद्धितिग निरयतिरिअनामाओ । संखिज्जइमे सेसे, तप्पाउग्गाओ खीयंति ॥७९॥ इत्तो हणइ कसायट्ठगंपि पच्छा नपुसगं इत्थिं । तो नोकसायछक्क, छुहइ संजलणकोहंमि ॥८०॥ पुरिसं कोहे कोहं, माणे माणं च छुहइ मायाए । मायं च छुहइ, लोहे लोहं सुहुमं पि तो हाइ ॥ ८१ ॥ खीणकसायदुचरिमे, निद्दपयलं च हणइ छउथो । आवरणमंतराए, छउमत्थो चरिमसमयम्मि ॥ ८२ ॥ ગાથાર્થઃ- અવિરતસમ્યક્ત્વ, દેશવિરતે, પ્રમત્તે કે અપ્રમત્તે અનંતાનુબંધીનો ક્ષય કરીને, મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત્વમોહનીયનો ક્ષય કરે છે. અનિવૃત્તિબાદરગુણઠાણાનો સંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે થીણદ્વિત્રિક તથા નરક અને તિર્યંચ પ્રાયોગ્યનામકર્મની ૧૩ પ્રકૃતિનો નાશ થાય છે. ત્યાર પછી ૮ કષાયનો ક્ષય કરે છે. પછી નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ક્ષય કરે છે. ત્યાર પછી છનોકષાયને સંક્રોધમાં સંક્રમાવે છે. ૫૮૧ -

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314