________________
પુવેદને સંક્રોધમાં સંક્રમાવે છે, સંક્રોધને માનમાં સંક્રમાવે છે. સં૦માનને સંમાયામાં સંક્રમાવે છે અને સંમાયાને સંલોભમાં સંક્રમાવે છે. ત્યાર પછી સૂક્ષ્મલોભનો નાશ કરે છે.
છદ્મસ્થક્ષીણમોહગુણઠાણાના દ્વિચરમસમયે નિદ્રા અને પ્રચલાનો ક્ષય કરે છે. છેલ્લા સમયે નવઆવરણ અને અંતરાયનો ક્ષય કરે છે.
વિવેચનઃ- જેમાં અનંતગુણવિશુદ્ધપરિણામની ધારાએ ચઢેલો જીવ ક્રમશઃ ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરે છે, તે ક્ષપકશ્રેણી કહેવાય છે. ક્ષપકશ્રેણીની શરૂઆત કરનારો સાધિક ૮ વર્ષની ઉંમરવાળો પ્રથમસંઘયણી મનુષ્ય જ હોય છે. તે સૌ પ્રથમ ૪ થી ૭ ગુણઠાણામાંથી કોઈપણ ગુણઠાણે અનંતાનુબંધીનો નાશ કરે છે. ત્યાર બાદ ક્રમશઃ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયનો નાશ કરે છે ત્યારે ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.
ક્ષાયિકસમ્યક્ત્વી અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે છે. અપૂર્વકરણગુણઠાણે અપૂર્વકરણ કરે છે અને અનિવૃત્તિગુણઠાણે અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતાભાગ ગયા પછી છેલ્લો એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે થીણદ્ધિત્રિક, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, જાતિચતુષ્ક, સ્થાવરદ્ધિક, સાધારણ, આતપ અને ઉદ્યોત... કુલ-૧૬ પ્રકૃતિનો નાશ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે ૮ કષાયનો નાશ કરે છે. ત્યાર પછી ક્રમશઃ નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યષટ્ક, પુરુષવેદ, સંક્રોધ, સંમાન, સંમાયા અને બાદરલોભનો નાશ કરે છે. તે વખતે નવમું ગુણસ્થાનક પૂર્ણ થાય છે. પછી ૧૦મા ગુણઠાણે સૂક્ષ્મલોભનો નાશ કરે છે તે વખતે મોહનીયકર્મનો સંપૂર્ણ નાશ થવાથી ક્ષાયિકયથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે.
ક્ષપકમહાત્મા ૧૦મા ગુણઠાણેથી સીધા ૧૨મા ગુણઠાણે આવે છે. ૧૨મા ગુણઠાણાના દ્વિચરમસમયે નિદ્રાદ્ધિકનો નાશ અને છેલ્લા
૫૮૨
19