________________
વિવેચનઃ- ગ્રંથકારભગવંત પોતાની લઘુતા બતાવતા કહી રહ્યાં છે કે, હું અલ્પશાસ્ત્રને જાણું છું. તેથી મારાથી આ ગ્રંથમાં જ્યાં જે અર્થ કહેવાનો રહી ગયો હોય, તે મારા અધૂરા અર્થને કહેવારૂપ અપરાધની ક્ષમા આપીને ત્યાં તે અર્થને બહુશ્રુતમહાત્મા પૂર્ણ કરે...
गाहग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारीए ।
टीगाइ नियमिआणं, एगूणा होइ नउईओ ॥९१॥
ગાથાર્થ:- શ્રી ચંદ્રમહત્તરાચાર્યભગવંતના મતને અનુસરનારી ૭૦ ગાથાથી આ ગ્રંથની રચના થયેલી છે. તેમાં ટીકાકારભગવંતે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં ૮૯ ગાથા થાય છે.
વિવેચનઃ- ગ્રંથકારભગવંતે આ ગ્રંથમાં ૭૦ ગાથા જ કહી છે. તેથી આ ગ્રંથનું નામ “સપ્તતિકા” રાખવામાં આવ્યું છે.
નો નત્ય અપરિપુનો... મારાથી આ ગ્રંથમાં જ્યાં જે અર્થ કહેવાનો રહી ગયો હોય, ત્યાં તે અર્થને બહુશ્રુતો પૂર્ણ કરે... એવી ગ્રંથકારભગવંતની આજ્ઞાને અનુસરીને ટીકાકારભગવંતે ગ્રંથકારના આશયને અનુસરનારી કેટલીક ગાથાઓ ભાષ્યાદિ ગ્રંથોમાંથી લઈને સપ્તતિકામાં ઉમેરવામાં આવી છે. તેથી આ ગ્રંથમાં બંધ-ઉદય સત્તાના સંવેધને સમજાવનારી ૮૯ ગાથા થાય છે અને છેલ્લી બે ગાથા ઉપસંહારરૂપે હોવાથી કુલ ૮૯ + ૨ = ૯૧ ગાથા થાય છે.
હાલમાં સપ્તતિકાગ્રંથની ૯૧ ગાથામાંથી ગાથા નં. ૬, ૧૧, ૩૮, ૩૯, ૪૬, ૪૭, ૫૩, ૫૪, ૫૬, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૭૬, ૭૭, ૭૯, ૮૦, ૮૨ અને ૯૧ (કુલ-૧૯) ગાથાઓ ઉમેરવામાં આવી છે. બાકીની ૭૨ ગાથામાંથી છેલ્લી બે ગાથા આ ગ્રંથના વિષયની નથી, એટલે આ ગ્રંથના વિષયને લગતી મૂળગાથા-૭૦ થાય છે એમ માનવાથી આ ગ્રંથનું “સપ્તતિકા” નામ સાર્થક થશે.
સપ્તતિકા સમાપ્ત :
૫૮૯