________________
જ થાય છે અને ૯૩ની સત્તાવાળો મનુષ્ય મિથ્યાત્વગુણઠાણે આવતો નથી. તેથી નરકપ્રાયોગ્ય-૨૮ના બંધક મનુષ્યને ૯૩નું સત્તાસ્થાન હોતું નથી. ક્ષપકશ્રેણીમાં નરકપ્રાયોગ્ય-૨૮નો બંધ હોતો નથી. તેથી ક્ષપકશ્રેણીના-૮૦/૦૯/૭૬/૭૫ અને અયોગીકેવલીના-૮/૯ સત્તાસ્થાન હોતા નથી. નકપ્રાયોગ્ય-૨૮ના બંધકને નકદ્ધિક અને વૈક્રિયચતુષ્કની સત્તા અવશ્ય હોય છે. તેથી ૮૦/૭૮નું સત્તાસ્થાન હોતું નથી. વિકલેપ્રાયોગ્ય ૨૯/૩૦ના બંધે સત્તાસ્થાનઃ
૨૩ના બંધની જેમ...
વિકલેપ્રા૦ ૨૯ના બંધે૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. વિકલેપ્રા૦ ૩૦ના બંધે૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. તિપંચે૦પ્રાયોગ્ય ૨૯/૩૦ના બંધે સત્તાસ્થાનઃ
૨૩ના બંધની જેમ...
તિ૦૫૦પ્રા૦ ૨૯ના બંધે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. તિરુપંપ્રા૦ ૩૦ના બંધે ૯૨૨૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે સત્તાસ્થાનઃ
મનુપ્રા ૨૯ના બંધે ૯૨૨૮૯|૮૮/૮૬/૮૦ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. જે મનુષ્ય પૂર્વે નરકાયુ બાંધેલુ હોય, પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામીને વિશુદ્ધિના વશથી જિનનામને નિકાચિત કરે, તે મનુષ્ય પોતાના ચાલુ ભવનું છેલ્લુ એક અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે તે મિથ્યાત્વગુણઠાણે આવીને નરકમાં જાય છે. ત્યાં સર્વપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી મિથ્યાત્વગુણઠાણુ હોવાથી જિનનામની સત્તાવાળા નારકને જિનનામનો બંધ હોતો નથી. એટલે જિનનામની સત્તાવાળા નાકને અપર્યાપ્તાવસ્થામાં મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે ૮૯ની સત્તા હોય છે. સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી તે સમ્યક્ત્વ આવી જાય છે ત્યારે જિનનામનો બંધ ચાલુ થઈ જવાથી તેને મનુષ્યપ્રા૦-૩૦ના બંધે ૮૯ની સત્તા હોય છે. જિનનામની સત્તાવાળાને મનુષ્યપ્રાયોગ્ય-૨૯નો બંધ મિથ્યાત્વે
૩૬૯