________________
સમ્યક્ત્વગુણઠાણે આહારકદ્ધિક + નરકત્રિકાદિ-૧૬ + ત્રિર્યંચત્રિકાદિ-૨૫ ૪૩ વિના ૭૭ પ્રકૃતિ બંધાય છે. સમ્યક્ત્વગુણઠાણાના અંતે ૧લુ સંઘયણ, મનુષ્યત્રિક, ઔદારિકદ્ધિક અને અપ્રત્યાખ્યાનીય-૪ (કુલ-૧૦) પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે.
=
સમ્યક્ત્વગુણઠાણે દેવ-ના૨કો મનુષ્યપ્રાયોગ્ય બંધ કરે છે અને તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. એટલે સમ્યક્ત્વગુણઠાણે મનુષ્યપ્રાયોગ્ય અને દેવપ્રાયોગ્યબંધ થાય છે. પણ દેવ-નારકો વધુમાં વધુ ૪થા ગુણઠાણા સુધી જ જઈ શકે છે. દેશવિરતિ વગેરે ગુણઠાણે જઈ શકતા નથી. તેથી દેવતિ ગુણઠાણે મનુષ્યત્રિક, ઔદારિકદ્ધિક, ૧લુ સંઘયણ બંધાતું નથી અને જે કષાયનો ઉદય હોય, તે કષાય બંધાય એવું શાસ્ત્રવચન હોવાથી ચોથા ગુણઠાણા સુધી અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોવાથી ૪થા ગુણઠાણા સુધી જ અપ્રકષાય બંધાય છે. દેશવિરતિગુણઠાણે અપ્રત્યાખ્યાનીયકષાય બંધાતો નથી. એટલે દેશિવરતિ ગુણઠાણે આહારદ્ધિક +નરકત્રિકાદિ-૧૬ + તિર્યંચત્રિકાદિ-૨૫ + મનુષ્યત્રિકાદિ-૧૦ = ૫૩ વિનાની બાકીની ૬૭ પ્રકૃતિ બંધાય છે. દેશવિરતિગુણઠાણાના અંતે પ્રત્યાખ્યાનીયકષાયનો બંધવિચ્છેદ થવાથી સર્વવિરતિગુણઠાણે ૫૩ + પ્ર૦૪ = ૫૭ વિના ૬૩ પ્રકૃતિ બંધાય છે.
૭મા/૮મા ગુણઠાણે બંધઃ
इगुणमिप्पमत्तो, बंधइ देवाउयस्स इअरो वि । अट्ठावन्नमपुव्वो, छप्पनं वा वि छव्वीसं ॥७१॥
ગાથાર્થ:- અપ્રમત્તગુણઠાણે-૫૯ બંધાય છે. અપ્રમત્તે દેવાયુ પણ બંધાય છે. અપૂર્વકરણગુણઠાણે-૫૮/૫૬/૨૬ બંધાય છે.
વિવેચનઃ- જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધ શરૂ કરીને, દેવાયુને બાંધતો બાંધતો અપ્રમત્તગુણઠાણે આવી જાય છે. તે જીવની
૫૭૬