Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 290
________________ અધ્યવસાયો ન હોવાથી ૭ થી ૧૪ ગુણઠાણા સુધી શાતાદિ-૩ની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. નપુંસકવેદોદયે શ્રેણી માંડનારને નપુંસકવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે નપુંસકવેદની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારને સ્ત્રીવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સ્ત્રીવેદની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. પુરુષવેદોદયે શ્રેણી માંડનારને પુત્રવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે પુત્રવેદની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. દરેક આયુષ્યની છેલ્લી એક ઉદયાવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. કારણ કે ઉદયાવલિકાની ઉપર કર્મદલિક ન હોવાથી ઉદીરણા ન થાય. અયોગગુણઠાણે યોગનો અભાવ હોવાથી નામકર્મની ઉદયવતી૯ પ્રકૃતિ અને ઉચ્ચગોત્રની ઉદીરણા થતી નથી. એટલે ૧૪મા ગુણઠાણે ૧૦ પ્રકૃતિની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ગુણઠાણામાં પ્રકૃતિબંધतित्थयराहारगविरहियाउ, अजेइ सव्वपयडीओ । मिच्छत्तवेयगो सासणो वि, गुणवीस सेसाओ ॥१९॥ ગાથાર્થ - મિથ્યાત્વમોહનીયના ઉદયવાળો જીવ તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિક વિના સર્વે પ્રકૃતિને બાંધે છે. સાસ્વાદનગુણઠાણાવાળો જીવ ૧૯ પ્રકૃતિને છોડીને ૧૦૧ પ્રકૃતિને બાંધે છે. વિવેચનઃ- મિથ્યાત્વગુણઠાણે તીર્થંકર નામકર્મ અને આહારકટ્રિક ૫૭૪

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314