________________
વિવેચનઃ- (૧) સત્પદપ્રરૂપણા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬) અંતર (૭) ભાવ અને (૮) અલ્પબહુત્વ... એ ૮ અનુયોગમાં ૬૨ માર્ગણા દ્વારા બંધ-ઉદય-સત્તાના પ્રકૃતિસ્થાનોને કહેવા જોઈએ.
કઈ માર્ગણામાં કેટલી પ્રકૃતિનો બંધ, કેટલી પ્રકૃતિનો ઉદય, કેટલી પ્રકૃતિની સત્તા હોય છે એનો વિચાર કરવો, તે સત્પદપ્રરૂપણા કહેવાય છે.
ગ્રંથકારભગવંતે સત્પદપ્રરૂપણાથી જીવસ્થાનકમાં, ગુણસ્થાનકમાં, ૬૨માર્ગણામાં આઠે કર્મોનો સંવેધ કહ્યો છે. એ રીતે, દ્રવ્યપ્રમાણાદિ૭ અનુયોગદ્વા૨થી જીવસ્થાનકમાં, ગુણસ્થાનકમાં, ૬૨ માર્ગણામાં બંધોદયસત્તાનો સંવેધ કહેવો જોઈએ. પરંતુ કર્મપ્રકૃતિપ્રાભૂતાદિ ગ્રંથો હાલમાં વિદ્યમાન નથી. તેથી દ્રવ્યપ્રમાણાદિથી સંવેધ બતાવાતો નથી... અહીં પ્રકૃતિગત બંધ-ઉદય-સત્તાના સ્થાનોને કહ્યાં છે. એ રીતે સ્થિતિ-રસ-પ્રદેશગત બંધ-ઉદય-સત્તાના સ્થાનોને કહેવાં.
उदयस्सुदीरणाए सामित्ताओ न विज्जइ विसेसो । मुत्तूण य इगयालं, सेसाणं सव्वपयडीणं ॥६७॥
ગાથાર્થ:- ૪૧ પ્રકૃતિને છોડીને બાકીની સર્વે પણ પ્રકૃતિઓના ઉદય-ઉદીરણાના સ્વામિત્વમાં કાંઈ પણ વિશેષતા નથી...
વિવેચનઃ- ઉદયસમયને પ્રાપ્ત થયેલાં કર્મદલિકોનો વિપાકથી અનુભવ કરવો, તે ઉદય કહેવાય છે અને ઉદયસમયને પ્રાપ્ત નહીં થયેલા કર્મપુદ્ગલોને પ્રયત્નપૂર્વક ઉદયમાં લાવીને ભોગવવા, તે ઉદીરણા
કહેવાય છે.
૪૧ પ્રકૃતિને છોડીને બાકીની સર્વે પણ પ્રકૃતિના ઉદય-ઉદીરણાના સ્વામી સમાન છે. કારણ કે, જે જીવને જે કર્મનો ઉદય હોય છે, તે જીવને તે કર્મની ઉદીરણા અવશ્ય હોય છે.
૫૭૨