________________
વિના ૧૧૭ પ્રકૃતિ બંધાય છે. જિનનામના બંધનું કારણ સમ્યકત્વ છે અને આહારકદ્ધિકના બંધનું કારણ અપ્રમત્તસંયમ છે. તેથી જિનનામાદિ૩ મિથ્યાત્વે ન બંધાય..
નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુંડક, આતપ, છેવટ્ટ, નપુંસકવેદ અને મિથ્યાત્વમોહનીયના બંધનું કારણ મિથ્યાત્વમોહનીયનો ઉદય છે અને મિથ્યાત્વમોહનીયનો ઉદય ૧લા ગુણઠાણે જ હોય છે. તેથી સાસ્વાદનાદિ ગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિ બંધાતી નથી. એટલે નરકત્રિકાદિ-૧૬ + જિનનામાદિ-૩ = ૧૯ વિના ૧૦૧ પ્રકૃતિ બંધાય
૩ થી ૬ ગુણઠાણામાં પ્રકૃતિબંધछायालसेस मीसो, अविरयसम्मो तिआलपरिसेसा । तेवन्न देशविरओ, विरओ सगवन्नसेसाओ ॥७॥
ગાથાર્થ મિશ્રગુણઠાણે-૪૬ પ્રકૃતિને છોડીને ૭૪ પ્રકૃતિ બંધાય છે. અવિરતસમ્યગ્દષ્ટિ ૪૩ પ્રકૃતિને છોડીને ૭૭ પ્રકૃતિને બાંધે છે. દેશવિરતિધર પ૩ પ્રકૃતિને છોડીને ૬૭ પ્રકૃતિને બાંધે છે અને વિરતિધર પ૭ પ્રકૃતિને છોડીને ૬૩ પ્રકૃતિને બાંધે છે.
વિવેચન- તિર્યંચત્રિક, થીણદ્વિત્રિક, દુર્ભગત્રિક અનંતાનુબંધી૪, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, નીચગોત્ર, ઉદ્યોત, અશુભવિહારુ અને સ્ત્રીવેદ. એ-૨૫ પ્રકૃતિના બંધનું કારણ અનંતાનુબંધીનો ઉદય છે અને અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય છે. એટલે મિશ્રાદિગુણઠાણે તિર્યંચત્રિકાદિ-૨૫ પ્રકૃતિ બંધાતી નથી. તેથી મિશ્ર જિનનામાદિ-૩ + નરકત્રિકાદિ-૧૬ + તિર્યંચત્રિકાદિ-૨૫ = ૪૪ પ્રકૃતિ બંધાતી નથી તથા મનુષ્યા, અને દેવાયુનો અબંધ હોય છે. એટલે મિશ્ર કુલ-૪૪ + ૨ = ૪૬ પ્રકૃતિ વિના ૭૪ પ્રકૃતિ બંધાય છે.
પ૭૫