________________
દર્શના૦૪, અંતરાય-૫, ઉચ્ચગોત્ર અને યશકીર્તીનો બંધવિચ્છેદ થવાથી ૧૧ થી ૧૩ ગુણઠાણે એક જ શાતાવેદનીય બંધાય છે.
एसो उ बंधसामित्त, ओहो गइआइएसु वि तहेव । ओहाओ साहिज्जइ, जत्थ जहा पगइ सब्भावो ॥७३॥
ગાથાર્થ - એ રીતે, ઓઘથી બંધસ્વામિત્વા કહ્યું. તે જ રીતે, ગતિ વગેરે ૧૪ માર્ગણામાં પણ જ્યાં જેટલી પ્રકૃતિના બંધનો સદ્ભાવ હોય ત્યાં તેટલી પ્રકૃતિઓનો બંધ કહેવો.
વિવેચનઃ- ગાથા નં. ૭૦ થી ૭૪ માં બીજા કર્મગ્રંથની જેમ ઘથી (સામાન્યથી) બંધસ્વામિત્વ કહ્યું. હવે ત્રીજાકર્મગ્રંથની જેમ ૬૨ માર્ગણામાં જ્યાં જેટલી પ્રકૃતિનો સદ્ભાવ હોય ત્યાં તેટલી પ્રકૃતિનો બંધ કહેવાનું સૂચન કરે છે.
तित्थयरदेवनिरयाउअं च, तिसु तिसु गईसु बोधव्वं । अवसेसा पयडीओ, हवंति सव्वासु वि गइसु ॥७४॥
ગાથાર્થ- તીર્થંકર નામકર્મ, દેવાયુ, નરકાયુની સત્તા ત્રણ-ત્રણ ગતિમાં જ હોય છે. ચારે ગતિમાં હોતી નથી. બાકીની સર્વે પ્રકૃતિની સત્તા ચારે ગતિમાં હોય છે.
વિવેચન - તીર્થંકરનામકર્મની સત્તા દેવગતિમાં, મનુષ્યગતિમાં, નરકગતિમાં જ હોય છે. તિર્યંચગતિમાં હોતી નથી. કારણ કે તિર્યંચગતિમાં જિનનામ બંધાતું નથી અને જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં જતો નથી. એટલે તિર્યંચગતિમાં જિનનામની સત્તા હોતી નથી.
દેવાયુની સત્તા દેવગતિમાં, મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં જ હોય છે. નરકગતિમાં હોતી નથી. કારણ કે નારકો દેવાયુને બાંધતા નથી. તેથી નરકગતિમાં દેવાયુની સત્તા હોતી નથી.
નરકાયુની સત્તા નરકગતિમાં, મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં જ હોય છે. દેવગતિમાં હોતી નથી. કારણ કે, દેવો નરકાયુને બાંધતા
પ૭૮