________________
સાસ્વાદનગુણઠાણે...
દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના ...૮ ભાંગા, સંજ્ઞીતિપ્રા૦૨૯ના બંધના.... ૩૨૦૦ ભાંગા, સંજ્ઞીતિ પ્રા૦૩૦ના બંધના ૩૨૦૦ ભાંગા, મનુષ્યપ્રા૦૨૯ના બંધના ૩૨૦૦ ભાંગા,
કુલ ૯૬૦૮ બંધભાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે-૨૧/૦૪/૨પ/૨૬/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાનના-૪૯૦૭ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ. ૩૦૨) સત્તાસ્થાન-૯૨૮૮ (કુલ-૨) હોય છે. (જુઓ પેજન. ૩પર) દેવપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધઃ
સાસ્વાદનગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮નો બંધ સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ કરે છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધક સંજ્ઞીતિર્યંચને ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫૨ = ૨૩૦૪ ઉદયભાંગા થાય છે અને મનુષ્યને ૩૦ના ઉદયના-૧૧પર ઉદયભાંગા થાય છે.
છઠ્ઠા કર્મગ્રંથની ટીકામાં કહ્યું છે કે, જે જીવ આહારકચતુષ્કને બાંધીને, ઉપશમશ્રેણીથી પડતાં સાસ્વાદનભાવને પામે છે તેને ૯૨નું સત્તાસ્થાન હોય છે અન્યને નહિ. એટલે જે મનુષ્ય આહારક ચતુષ્કને બાંધીને, ઉપશમશ્રેણીથી પડતાં સાસ્વાદનભાવને પામે છે તેને સાસ્વાદનગુણઠાણે ૯રનું સત્તાસ્થાન હોય છે. બીજા કોઈપણ જીવને સાસ્વાદનગુણઠાણે-૯૨નું સત્તાસ્થાન હોતું નથી.
પહેલા-૩ સંઘયણવાળા મનુષ્યો જ ઉપશમશ્રેણી માંડી શકે છે. એટલે આહારકચતુષ્કની સત્તાવાળા મનુષ્યને ઉપશમશ્રેણીમાં ૩(સંઘયણ)
(८६) सास्वादनस्य द्वे सत्तास्थाने तद्यथा-द्विनवतिरष्टाशीतिश्च । तत्र द्विनवतिर्य आहारक
चतुष्टयं बद्ध्वा उपशमश्रेणीतः प्रतिपतन् सास्वादनभावमुपगच्छति तस्य लभ्यते, ન શેષણ (સપ્તતિકાગ્રંથમાં ગાથા નં. ૪૯ની ટીકા)
૪૨૫