________________
હોય છે અને ૬ઠ્ઠા ગુણઠાણાના અંતે અસ્થિર-અશુભ-અયશનો બંધવિચ્છેદ થવાથી ૭મા ગુણઠાણે બધી શુભ જ પ્રકૃતિઓ બંધાય છે. તેથી દરેક બંધસ્થાને એક-એક જ બંધભાંગો થાય છે. અપ્રમત્તગુણઠાણે...સામ૦ને ૩૦ના ઉદયના-૧૪૪ ભાંગા,
વૈમને ૨૯ના ઉદયનો...... ૧ ભાંગો, વૈ૦મને ૩૦ના ઉદયનો......૧ ભાંગો, આમને ૨૯ના ઉદયનો......૧ ભાંગો, આમને ૩૦ના ઉદયનો......૧ ભાંગો, કુલ-૧૪૮ ભાંગા થાય છે. અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
જિનનામની સત્તાવાળો જીવ ૪ થી ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી જિનનામને અવશ્ય બાંધે છે. આહારકચતુષ્કની સત્તાવાળો જીવ ૭મા થી ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી આહારકદ્ધિકને અવશ્ય બાંધે છે અને જિનનામ + આહારક-૪ની સત્તાવાળો જીવ ૭માંથી ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી જિનનામ અને આહાદ્ધિકને અવશ્ય બાંધે છે. એટલે ૭મા ગુણઠાણાથી ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી...
સત્તાસ્થાન હોય છે.
દેવપ્રા૦૨૮ના બંધ ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. દેવપ્રા૦૨૯ના બંધે ૮૯નું એક જ દેવપ્રા૦૩૦ના બંધ ૯૨નું એક જ સત્તાસ્થાન હોય છે. દેવપ્રા૦૩૧ના બંધ ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે.
દેવપ્રા૦૨૮નો બંધક પ્રમત્તસંયમી જો આહા૨ક શરીર બનાવીને અપ્રમત્ત ગુણઠાણે આવી જાય, તો ત્યાં આહારકદ્ધિકનો બંધ શરૂ થઈ જવાથી દેવપ્રા૦૩૦ને બાંધવાનું શરૂ કરે છે અને દેવપ્રા૦૨૯નો બંધક પ્રમત્તસંયમી જો આહારકશ૨ી૨ બનાવીને અપ્રમત્ત ગુણઠાણે આવી જાય, તો ત્યાં આહારકદ્ધિકનો બંધ શરૂ થઈ જવાથી દેવપ્રા૦૩૧ને બાંધવાનું
૪૩૩