________________
૪૬૦૮ બંધભાંગા = ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી તિ,પ્રા૦૨૯ના બંધના-૧૪,૩૩,૫૪,૮૮૦ સંવેધભાંગામાંથી ૫૮૯૮૨૪ સંવેધભાંગા બાદ કરવાથી તિ૦પ્રા૦૨૯ના બંધ૧૪,૨૭,૬૫,૦૫૬ સંવેધભાંગા નપુંસકવેદમાર્ગણામાં થાય છે. એ જ રીતે, તિપ્રા૦૩૦ના બંધે ૧૪,૨૭,૬૫,૦૫૬ સંવેધભાંગા થાય છે.
મનુ0પ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ ઉOભાંગા ૨ સત્તાસ્થાન ૪ ૪૬૦૮ બંધમાંગા = ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી મનુપ્રા૦૨૯ના બંધના-૧૪,૧૭,૬૯,૭૬૮ સંવેધભાંગામાંથી ૫૮૯૮૨૪ સંવેધભાંગા બાદ કરવાથી ૧૪,૧૧,૭૯,૯૪૪ સંવેધભાંગા મનુપ્રા૦૨૯ના બંધે નપુંસકવેદમાર્ગણામાં થાય છે.
| દેવોને નપુંસકવેદનો ઉદય હોતો નથી. તેથી નપુંસકવેદમાર્ગણામાં મનુપ્રા૦૩૦નો બંધ નારકો જ કરે છે. એટલે મનુપ્રા૦૩૦ના બંધ નારકના-૫ ઉOભાંગા૪૧(૮૯) સત્તાસ્થાન૪૮ બંધભાંગા=૪૦ સંવેધભાંગા થાય છે. દેવપ્રા૦૨૯ના બંધનો સંવેધઃ
નપુંસકવેદમાર્ગણામાં દેવપ્રા૦૨૯ના બંધે સામ૦ના પર્યાપ્તાવસ્થાના ૩૦ના ઉદયના-૧૯૨ ભાંગા + વૈ૦૦ના-૩૫ + આહાડમનુ0ના-૭ = ૨૩૪ ઉદયભાંગા ઘટે છે. બાકીના ૨૧/૦૬/ ૨૮/૨૯ના ઉદયના ક્રમશઃ ૧+૧+૧+૧= ૪ ઉદયભાંગા ઘટતા નથી. કારણ કે દેવપ્રા૦૨૯નો બંધ અપર્યાપ્તાવસ્થામાં તીર્થંકરભગવંતને જ હોય છે અને તીર્થંકરભગવંત ક્યારેય નપુંસકવેદી હોતા નથી. તેથી નપુંસકવેદમાર્ગણામાં દેવપ્રા૦૨૯ના બંધે સામ0ના અપર્યાપ્તાવસ્થાના૪ ઉદયભાંગા ઘટતા નથી. A મહેસાણાવાળા છઠ્ઠા કર્મગ્રંથમાં (પેજ નં૦૪૧૪) અને અમૃતલાલ પરસોત્તમદાસના છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં પેજનં૦૧૪૫માં નપુંસકવેદમાર્ગણામાં-૭૬નું સત્તાસ્થાન કહ્યું છે. પરંતુ ક્યારેય તીર્થંકરભગવંત નપુંસકવેદી હોતા નથી એટલે નપુંસકવેદમાર્ગણામાં ૧ના બંધે ક્ષપકશ્રેણીમાં ૮૦/૭૬નું સત્તાસ્થાન કેવી રીતે ઘટે ?
૫૦૮