________________
૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. તેના-૭૦૮૩ ઉદયભાંગા થાય છે અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/ ૭૮ (કુલ-૭) સત્તાસ્થાન હોય છે.
સંવધઃ
સામાન્યથી ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦ ના (દેવપ્રા૦૩૦ વિનાના) બંધના સંવેધની જેમ જ નીલલેશ્યામાર્ગણામાં ૨૩/૨૫/૨૬/ ૨૮/૨૯/૩૦ના (દેવપ્રા૦૩૦ વિનાના) બંધનો સંવેધ થાય છે.
ત્રીજી નરકમાં નીલલેશ્યા હોય છે અને ત્યાં જિનનામનો બંધ પણ હોય છે. તેથી નીલલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધે ૮૯નું સત્તાસ્થાન ઘટી શકે છે. એટલે સામાન્યથી મનુપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ મનુષ્યપ્રા૦૨૯ના બંધનો સંવેધ થાય છે. નીલલેશ્યામાર્ગણામાં...
૨૩ના બંધના
૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના .... ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના................ ૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના............... ૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૮૫૮૭૧૭૨૮ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા, કુલ-૪૩,૧૫,૨૭,૨૫૨ સંવેધભાંગા થાય છે.
કાપોતલેશ્યામાર્ગણાઃ
નીલલેશ્યામાર્ગણાની જેમ જ કાપોતલેશ્યામાર્ગણામાં ૨૩/૨૫/ ૨૬/૨૮/૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે નીલલેશ્યામાર્ગણાની જેમ જ કાપોતલેશ્યામાર્ગણામાં પણ ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦ ના બંધના કુલ ૪૩, ૧૫, ૨૭, ૨૫૨ સંવેધભાંગા થાય છે.
૫૩૮