________________
૧લો/રજા ગુણઠાણે દર્શનાવરણીયકર્મમાં......... (૧) ૯નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા અને (૨) ૯નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા હોય છે. ગુણઠાણામાં દર્શનાવરણીયનો સંવેધઃमिस्साइ नियट्टीओ, छच्चउ पण नव य संतकम्मंसा । चउ बंध तिगे चउ पण, नवंस दुसु जुअल छस्संता ।। ४४ ॥ उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता । वेयणियाउय गोए, विभज मोहं परं वुच्छं ॥ ४५ ॥
ગાથાર્થ મિશ્રથી નિવૃત્તિગુણઠાણા સુધી દુનો બંધ, ૪ અથવા પનો ઉદય, ૯ની સત્તા હોય છે. ૮ થી ૧૦ ગુણઠાણામાં ૪નો બંધ, ૪ અથવા પનો ઉદય, ૯ની સત્તા હોય છે. અને ૯મા/ ૧૦માં ગુણઠાણામાં ૪નો બંધ, ૪નો ઉદય, (૪નું યુગલ) દુની સત્તા હોય છે. ' ઉપશાંતમોહ ગુણઠાણે ૪ અથવા પનો ઉદય, ૯ની સત્તા હોય છે. ક્ષણમોહ ગુણઠાણે ૪નો ઉદય, ૬ અને ૪ની સત્તા હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મ કહીને મોહનીયકર્મ કહીશું.
વિવેચનઃ- જુઓ પેજ નં. ૪૩. ગુણઠાણામાં વેદનીય અને ગોત્રકર્મનો સંવેધઃचउ छस्सु दुन्नि सत्तसु, एगे चउ गुणिसु वेयणीयभंगा । गोए पण चउ दो तिसु, एगट्ठसु दुन्नि इक्कम्मि ॥ ४६ ॥
ગાથાર્થ- ૧ થી ૬ ગુણઠાણામાં વેદનીયકર્મના ચાર ભાંગા, ૭ થી ૧૩ સુધીના- ૭ ગુણઠાણામાં બે ભાંગા અને છેલ્લા એક ગુણઠાણામાં ચાર ભાંગા હોય છે.
૧લા ગુણઠાણામાં ગોત્રકર્મના પાંચ ભાંગા હોય છે. બીજા ગુણઠાણામાં ચાર ભાંગા હોય છે. ૩ થી ૫ ગુણઠાણામાં બે ભાંગા
૪૧૮