________________
૧૪ જીવભેદમાં વેદનીય અને ગોત્રનો સંવેધ - पजत्तगसन्नियरे, अट्ठ चउक्कं च वेयणीयभंगा । सत्त य तिगं च गोए, पत्तेअं जीवठाणेसु ॥ ३८ ॥
ગાથાર્થ - પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં વેદનીયકર્મના-૮ ભાંગા હોય છે. બાકીના-૧૩ જીવભેદમાં વેદનીયના-૪ ભાંગા હોય છે અને પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ગોત્રના-૭ ભાંગા હોય છે. બાકીના-૧૩ જીવભેદમાં ગોત્રના-૩ ભાંગા હોય છે.
વિવેચનઃ- પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ૧ થી ૧૪ ગુણઠાણા હોવાથી વેદનીયના આઠે ભાંગા હોય છે. જો કેવલીભગવંતને સંજ્ઞી માનીએ, તો જ સંજ્ઞીપર્યાપ્તામાં વેદનયના-૮ ભાંગા હોય છે. જો કેવલીભગવંતને સંજ્ઞી ન માનીએ તો પર્યાપ્તસંજ્ઞીમાં વેદનીયના પહેલા-૪ ભાંગા જ હોય છે. અબંધવાળા છેલ્લા-૪ ભાંગા ન ઘટે. બાકીના-૧૩ જીવભેદમાં ૧ થી ૪ ભાંગા જ હોય છે. તે જીવોને અયોગગુણઠાણું ન હોવાથી અબંધવાળા છેલ્લા-૪ ભાંગા ન ઘટે.. (જુઓ પેજ નં. ૪૮૪૯)
પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ૧ થી ૧૪ ગુણઠાણા હોવાથી ગોત્રકર્મના૭ ભાંગા હોય છે. બાકીના-૧૩ જીવભેદમાં ગોત્રકર્મના ૧લો/રજો/ ૪થો/કુલ-૩ ભાંગા જ હોય છે. કારણ કે અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયાદિ૧૧ પ્રકારના જીવો તિર્યંચો જ હોય છે અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે. તથા અપ૦અસંજ્ઞી અને અપસંજ્ઞી જીવો તિર્યંચો અને મનુષ્યો હોય છે પણ તે મનુષ્યો લબ્ધિ-અપર્યાપ્તા જ હોવાથી, તેને નીચગોત્રનો જ ઉદય હોય છે. એટલે ૧૩ જીવભેદમાં નીચગોત્રના ઉદયવાળા જ ૩ ભાંગા ઘટે છે. (જુઓ પેજ નં. ૮૨...)
૧૪ જીવભેદમાં આયુષ્યકર્મનો સંવેધઃपजत्तापजत्तग, समणे पज्जत्त अमण सेसेसु । अट्ठावीसं दसगं, नवगं पणगं च आउस्स ॥ ३९ ॥
૩૯૮