________________
ગાથાર્થઃ- જીવસ્થાનક અને ગુણસ્થાનકમાં બંધ-ઉદય-સત્તાના જ્યાં જેટલા ભાંગા સંભવે ત્યાં તેટલા ભાંગા કરવા.
વિવેચનઃ- ગ્રંથકારભગવંતે ગાથા નં. ૧ થી ૩૪ માં... મૂલકર્મનો સંવેધ અને ઉત્તરપ્રકૃતિનો સંવેધ કહ્યો
હવે જીવસ્થાનકોમાં અને ગુણસ્થાનકોમાં જ્ઞાનાવરણીયાદિ-૮ કર્મોની ઉત્તરપ્રકૃતિનો સંવેધ કહે છે.
૧૪ જીવભેદમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધઃतेरससु जीवसंखेवएसु नाणंतरायतिविगप्पो । इक्कंमि तिदुविगप्पो, करणं पड़ इत्थ अविगप्पो ।। ३६ ।। ગાથાર્થ:- ૧૩ જીવનસ્થાનકમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો ત્રણ વિકલ્પવાળો (પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તાવાળો) એક ભાંગો હોય છે. એક જીવસ્થાનકમાં (સંજ્ઞીપર્યાપ્તામાં) ત્રણ વિકલ્પવાળો (પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તાવાળો) ભાંગો અને બે વિકલ્પવાળો (અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તાવાળો) ભાંગો હોય છે. અહીં દ્રવ્યમનની અપેક્ષાએ સંશી એવા કૈવલીને વિકલ્પનો અભાવ છે.
=
વિવેચનઃ- લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયાદિ ૭ + સૂક્ષ્મપર્યાપ્ત ૮ જીવભેદમાં ૧લું એક જ ગુણઠાણુ હોય છે અને પર્યાપ્તબાદર એકેન્દ્રિયાદિ-૫માં ૧લું-૨જુ ગુણઠાણુ હોય છે. તેથી ૧ થી ૧૩ જીવભેદમાં પનો બંધ, પનો ઉદય, પની સત્તાવાળો એક જ ભાંગો હોય છે અને સંશીપર્યાપ્તાને ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે. તેથી (૧) પનો બંધ, પનો ઉદય, પની સત્તા અને (૨) અબંધ, પનો ઉદય, પની સત્તા... એ બે ભાંગા હોય છે. (જુઓ પેજ નં. ૩૪...)
કેવલીભગવંતને ભાવમન હોતું નથી. પરંતુ અનુત્તરવાસી કે
૩૯૬