________________
મન:પર્યવજ્ઞાનીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવા માટે મનોદ્રવ્યને ગ્રહણ કરે છે. તેથી કેવલીભગવંત સંશી કહેવાય છે. અયોગીકેવલીને દ્રવ્યમન હોતું નથી પણ ભૂતકાળમાં દ્રવ્યમનવાળા હતા. તેથી અયોગીકેવલીભગવંત પણ સંશી કહેવાય છે. સંજ્ઞી એવા કેવલીભગવંતને બંધ-ઉદય-સત્તાનો અભાવ હોવાથી એક પણ વિકલ્પ હોતો નથી.
૧૪ જીવભેદમાં દર્શનાવરણીયકર્મનો સંવેધ - तेरे नव चउ पणगं, नव संतगेम्मि भंगमिक्कारा । वेयणीयाउयगोए, विभज मोहं परं वोच्छं ॥ ३७ ॥
ગાથાર્થ - ૧૩ જીવભેદમાં નવનો બંધ, ચાર-પાંચનો ઉદય, નવની સત્તાવાળા બે ભાગ હોય છે. એક જીવસ્થાનકમાં (સંજ્ઞીપર્યાપ્તામાં) ૧૧ ભાંગા હોય છે. વેદનીય-આયુષ્ય અને ગોત્રકર્મને કહીને, પછી મોહનીયકર્મ કહીશું..
વિવેચન- લબ્ધિ-અપ-સૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૭ + સૂવપર્યાપ્તા = ૮ જીવભેદમાં ૧૭ એક જ ગુણઠાણ હોય છે અને પર્યાપ્તબાદર એકેન્દ્રિયાદિ-પ જીવભેદમાં ૧લુ-રજુ બે ગુણઠાણા હોય છે. એટલે ૧૩ જીવભેદમાં (૧) નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા,
(૨) ૯નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા, એ બે જ ભાંગા હોય છે.
સંજ્ઞીપર્યાપ્તાને ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે એટલે સંજ્ઞીપર્યાપ્ત જીવભેદમાં ૧૧ ભાંગા હોય છે. ગ્રંથકારભગવંત ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય માનતા નથી. તેથી સ્વમતે સંજ્ઞીપર્યાપ્તજીવભેદમાં ૧૧ ભાંગા હોય છે અને કર્મસ્તિવકાર ભગવંત ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય માને છે. તેથી પરમતે સંજ્ઞીપર્યાપ્તજીવભેદમાં ૧૩ ભાંગા હોય છે. (જુઓ પેજ નં. ૪૩...)
૩૯૭