________________
ર૩ના બંધે ઉદયસ્થાનમાં સત્તાસ્થાન
જે તેઉ-વાઉકાયે મનુષ્યદ્ધિકની સંપૂર્ણ ઉદ્ધલના કરી હોય, તેને ૭૮નું સત્તાસ્થાન હોય છે. ૭૮ની સત્તાવાળો જીવ તેલ-વાઉમાંથી નીકળીને પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, વિકસેન્દ્રિય અને તિર્યચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ૭૮ની સત્તા હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી અવશ્ય મનુષ્યદ્ધિકને બાંધીને ૮૦ની સત્તાવાળો થાય છે. એટલે પૃથ્વીકાયાદિને પોત-પોતાના પહેલા બે ઉદયસ્થાન સુધી જ ૭૮ની સત્તા હોય છે.
તેલ-વાઉને ૨૧/ર૪/રપ/ર૬ના ઉદયે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. તેઉવા વિનાના એકેન્દ્રિયને ૨૧/ર૪ના ઉદયે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે અને ૨૫/ ૨૬/૧૭ના ઉદયે ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. વિકલેન્દ્રિય અને સાવતિ૦પંચે)ને ૨૧/ર૬ના ઉદયે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે અને ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયે ૭૮ વિના-૪ સત્તાસ્થાન હોય છે. મનુષ્યને-૨૧/ર૬/૨૮/૨૯/૩૦ના ઉદયે ૯૨/૮૮) ૮૬/૮૦ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. મનુષ્યને મનુષ્યદ્ધિકની સત્તા અવશ્ય હોવાથી ૭૮નું સત્તાસ્થાન હોતું નથી.
વૈક્રિયવાઉને ર૪/રપ/ર૬ના ઉદયે ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. કારણ કે વૈ૦શરીરી વાઉકાયને વૈક્રિયષકની સત્તા અવશ્ય હોય છે. એટલે વૈવાલને ૮૦/૭૮નું સત્તાસ્થાન હોતું નથી.
વૈવતિ પંચે)ને ૨પ/ર૭૨૮/ર૯/૩૦ના ઉદયે ૯૨/૮૮ (કુલ૨) સત્તાસ્થાન હોય છે. અને વૈમનુષ્યને ૨૫/ર૭૨૮/૨૯ના ઉદયે ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. કારણ કે વૈ૦શરીરી તિર્યંચમનુષ્યને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે. તેથી તેને ૮૬/૮૦/૭૮ (કુલ-૩) સત્તાસ્થાન હોતા નથી. ૨૩ના બંધે ઉદયભાંગામાં સત્તાસ્થાન
* એકેન્દ્રિયને-૨૧ના ઉદયના ૫ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે.
3७४