________________
અવશ્ય હોય છે. તેથી દેવપ્રાયોગ્ય-૩૧ના બંધે જિનનામ + આહા) ૪ની સત્તા વિનાના ૯૨૮૯/૮૮ વગેરે સત્તાસ્થાનો હોતા નથી. અપ્રાયોગ્ય-૧ના બંધે સત્તાસ્થાન
અપ્રાયોગ્ય-૧ના બંધે ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૦૬/૭૫ (કુલ૮) સત્તાસ્થાન હોય છે.
ઉપશમશ્રેણીમાં ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦ ગુણઠાણા સુધી અપ્રાયોગ્ય-૧ના બંધ ૯૩/૯૨/૮૯૮૮. પ્રથમસત્તાચતુષ્ક હોય છે. ક્ષપકશ્રેણીમાં ૮માં ગુણઠાણાના ૭મા ભાગથી ભા ગુણઠાણાના ૧લા ભાગ સુધી ૯૩/૯૨/૮૯૮૮. પ્રથમ સત્તાચતુષ્ક હોય છે. અને ભા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦માં ગુણઠાણા સુધી ૮૦/૭૯/૭૬/૭પ.. દ્વિતીયસત્તાચતુષ્ક હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય.. કારણ કે ૮૬/૮૦/૭૮.. અધુવસત્તાત્રિક મિથ્યાત્વે જ હોય છે તે વખતે ૧નો બંધ હોતો નથી. અને ૮૯નું સત્તાસ્થાન અયોગીકેવલીને જ હોય છે. તે વખતે નામકર્મનો બંધ જ નથી હોતો. એટલે ૧નો બંધ-૭૮/૮૦૮૬/૮૯ સત્તાસ્થાન ન હોય.
નામકર્મનો સંવેધ ૨ પ્રકારેअट्ठ य बारस बारस, बंधोदयसंतपयडिठाणाणि । ओहेणाएसेण य, जत्थ जहासंभवं विभजे ॥३२॥
ગાથાર્થ:- નામકર્મના-૮ બંધસ્થાન, ૧૨ ઉદયસ્થાન અને ૧૨ સત્તાસ્થાન છે તે ઓઘથી = સામાન્યથી અને આદેશથી = વિશેષથી જ્યાં જેટલા સંભવે ત્યાં તેટલા કહેવા
વિવેચન - ગ્રંથકાર ભગવંતે નામકર્મના-૮ બંધસ્થાન, ૧૨ ઉદયસ્થાન અને ૧૨ સત્તાસ્થાન કહ્યાં. હવે નામકર્મનો સંવેધ કહે છે. નામકર્મનો સંવેધ-ર પ્રકારે છે.
(૧) ઓઘથી = સામાન્યથી નામકર્મનો સંવેધ. (૨) આદેશથી = વિશેષથી નામકર્મનો સંવેધ.
૩૭૨