________________
એકેપ્રાયોગ્ય-૨૫ના બંધનો સંવેધઃ
એકેન્દ્રિય
↑
સૂક્ષ્મ
બાદર
સાધારણ પ્રત્યેક
સાધારણ
પ્રત્યેક
(૧) સૂક્ષ્મસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે. (૨) સૂક્ષ્મપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે. (૩) બાદરસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે. (૪) બાદરપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૮ ભાંગા થાય છે.
(૧) ૨૩ના બંધની જેમ જ પર્યાપ્તસૂક્ષ્મસાધારણએકે પ્રાયોગ્ય૨૫ના બંધક એકે૦, વિકલે, સાતિપંચે૦, વૈતિપંચે, સામનુષ્ય અને વૈમનુષ્યો છે. તેના ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાને થઈને ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. ૭૭૦૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન ૨૩ના બંધના સંવેધની જેમ જ હોય છે અને ૪ બંધભાંગા થાય છે. એટલે ૨૩ના બંધના સંવેધની જેમ જ
પર્યાપ્તસૂક્ષ્મસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે.
એ જ રીતે, (૨) પર્યાપ્તસૂક્ષ્મપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે અને (૩) પર્યાપ્તબાદરસાધારણ એકેપ્રાયોગ્ય-૨૫ના બંધે કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે.
(૪) પર્યાપ્તબાદરપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે ૮ બંધભાંગા થાય છે. અને ૭૭૬૮ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૬૦) અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
३७८