________________
જીવભેદમાં નામકર્મના સત્તાસ્થાનઃ
* અપર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૧૩ જીવભેદમાં ૯૨૨૮૮/૮૬/ ૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન ઘટે છે. બાકીના ૯૩/૮૯/૮૦/૭૯/૦૬/ ૭૫/૮/૯ સત્તાસ્થાન ઘટતા નથી. કારણ કે જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચમાં કે લબ્ધિ-અપર્યાપ્તામાં જતો નથી. તેથી ૧૩ જીવભેદમાં ૯૩/૮૯ નું સત્તાસ્થાન ઘટતું નથી અને તે જીવો ક્ષપકશ્રેણી માંડી શકતા ન હોવાથી ૮૦/૭૯/૦૬/૭૫ અને અયોગીકેવલીના-૮/૯ સત્તાસ્થાન ઘટતા નથી.
* સંશીપર્યાપ્તાને ૯૩૯૨૨૮૯|૮૮/૮૬/૮૦/૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન ઘટે છે. ૮/૯ (કુલ-૨) સત્તાસ્થાન ઘટતા નથી. કારણ કે કેવલીભગવંત નો સંજ્ઞી-નો અસંશી કહેવાય છે. તેથી પર્યાપ્ત સંજ્ઞી જીવભેદમાં કેવલીનો સમાવેશ કર્યો નથી. એટલે પર્યાપ્તસંજ્ઞીમાં ૮/૯નું સત્તાસ્થાન કહ્યું નથી. ૭૮૧૪ ગુણઠાણામાં સત્તાસ્થાનઃ
* મિથ્યાત્વગુણઠાણે-૯૨/૮૯|૮૮૦૮૬/૮૦/૭૮ (કુલ-૬) સત્તાસ્થાન ઘટે છે. બાકીના ૯૩/૭૯/૦૬/૦૫/૮/૯ (કુલ-૬) સત્તાસ્થાન ઘટતા નથી. કારણ કે કોઈપણ જીવ જિનનામ અને આહારકચતુષ્કની સત્તા લઈને મિથ્યાત્વે જતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે એક જીવને એકીસાથે ૯૩ પ્રકૃતિ સત્તામાં હોતી નથી.
જે જીવે પહેલા નરકાયુષ્ય બાંધેલું હોય, પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામીને, વિશુદ્ધિના વશથી જિનનામને નિકાચિત કરે, તે જીવને મનુષ્યભવનું છેલ્લુ એક અંતર્મુહૂર્ત જેટલુ આયુષ્ય બાકી રહે, ત્યારે મિથ્યાત્વગુણઠાણુ આવી જાય છે. પછી તે જીવ નરકમાં ઉત્પન્ન થઈને (૭૭) સપ્તતિકા ગાથા નં. ૪૧/૪૨.
(૭૮) સપ્તતિકા ગાથા નં. ૫૮/૫૯
(૭૯) નોમયસંતે મિો (શતકકર્મગ્રંથ ગાથા નં. ૧૨)
૩૫૧