________________
૮૮ની સત્તાવાળો જીવ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં જાય છે ત્યારે વૈક્રિયાષ્ટકની ઉદ્ગલના શરૂ કરે છે. તેમાંથી દેવદ્ધિક અથવા ૪નરકદ્ધિકની સંપૂર્ણ ઉદ્ગલના (સત્તામાંથી નાશ) થાય છે ત્યારે તેને સત્તામાં ૮૬ પ્રકૃતિ રહે છે. નામકર્મની-૮૬ પ્રકૃતિની સત્તાવાળા પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો દેવદ્વિક અથવા નરકદ્ધિકની સાથે વૈક્રિયચતુષ્કની સંપૂર્ણ ઉદ્ગલના કરે છે ત્યારે તેને ૮૦ પ્રકૃતિ સત્તામાં રહે છે.
સપ્તતિકાભાષ્યાદિમાં કહ્યું છે કે, ૮૮ની સત્તાવાળો જીવ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં જાય છે ત્યારે વૈક્રિયાષ્ટકની ઉદ્દલના શરૂ કરે છે. તેમાંથી સૌથી પ્રથમ દેવદ્વિકની સંપૂર્ણ ઉદ્ભલના કરે છે ત્યારે ૮૬ની સત્તાવાળો થાય છે અને ૮૬ની સત્તાવાળો જીવ નરકદ્વિકની સાથે વૈક્રિયચતુષ્પની સંપૂર્ણ ઉદ્ભલના કરે છે ત્યારે ૮૦ની સત્તાવાળો થાય છે.
૮૦ની સત્તાવાળો પૃથ્વી-અપ્-વનસ્પતિકાય તેઉ–વાઉમાં જાય છે ત્યારે મનુષ્યદ્ધિકને સંપૂર્ણ ઉવેલીને ૭૮ની સત્તાવાળો થાય છે અથવા ૮૮ની સત્તાવાળો જીવ તેઉ-વાઉમાં જાય છે ત્યારે વૈક્રિયાષ્ટકને સંપૂર્ણ ઉવેલીને ૮૦ની સત્તાવાળો થયા પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે મનુષ્યદ્વિકની સંપૂર્ણ ઉદ્ગલના કરીને ૭૮ની સત્તાવાળો થાય છે.
એ ૮૬/૮૦/૭૮ સત્તાસ્થાનને અધ્રુવસત્તાત્રિક કહે છે. ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણે ૯૩ની સત્તાવાળા જીવને સ્થાવરાદિ૧૩નો ક્ષય થવાથી ૮૦ પ્રકૃતિ સત્તામાં રહે છે. ૯૨ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩નો ક્ષય થવાથી ૭૯ પ્રકૃતિ સત્તામાં રહે છે. ૮૯ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩ પ્રકૃતિનો ક્ષય થવાથી ૭૬ પ્રકૃતિ સત્તામાં રહે છે અને ૮૮ પ્રકૃતિની સત્તાવાળાને સ્થાવરાદિ-૧૩ (७४) ततो नरकगतिनरकानुपूव्यरथवा देवगतिदेवानुपूर्व्योरुद्वलितयोः षडशीति: (૬ઠ્ઠા કર્મગ્રંથની પૂ. મલયગિરિસૂરિમહારાજાકૃતટીકા) (૭૫) છાસીફ ઞસર્ફ સુવુત્તિ નોવિયછો ગીફ્ । (સપ્તતિકાભાષ્ય ગાથા નં. ૧૫૩) તો તેવાફ-રેવાપાડાળુપુથ્વી કન્વતિપ્ છાતી મવદ્ (સિત્તરિચૂર્ણિ)
૩૪૯