________________
અણાહારીમાર્ગણા:અણાહારીમાર્ગણામાં ૨૧ના ઉદયના એકે૦ના - ૫
વિકલેવના - ૯ સાતિપંચના - ૯ સામનુ૦ના - ૯
દેવના - ૮
નારકનો - ૧ સાવકેવલીને ૨૦ના ઉદયનો - ૧ તકેવલીને ૨૧ના ઉદયનો - ૧ સાઅયોગીકેવલીને ૮ના ઉદયનો - ૧ તીર્થકરઅયોગીવલીને ૯ના ઉદયનો - ૧
કુલ - ૪૫ ભાંગા ઘટે છે. નામકર્મના સત્તાસ્થાનોतिदुनउई गुणनउई, अडशी छलसी असीइ गुणसीइ । अट्ठ य छप्पन्नत्तरि, नव अट्ठ य नामसंताणि ॥ ३१ ॥
ગાથાર્થ - ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૮, ૭૬, ૭૫, ૯ અને ૮ (કુલ-૧૨) નામકર્મના સત્તાસ્થાનો છે.
વિવેચન - (૧) જે જીવે જિનનામકર્મ અને આહારકદ્ધિક બાંધેલુ હોય, તેને સત્તામાં ૯૩ પ્રકૃતિ હોય છે. (૨) જે જીવે જિનનામ બાંધેલુ ન હોય, પણ આહારદ્ધિક બાંધેલુ હોય, તેને જિનનામ વિના ૯૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૩) જે જીવે જિનનામ બાંધેલુ હોય, પણ આહારદ્ધિક બાંધેલુ ન હોય, તેને આહારકચતુષ્ક વિના ૮૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૪) જે જીવે જિનનામ બાંધેલુ ન હોય અને આહારકદ્ધિક પણ બાંધેલું ન હોય, તેને જિનનામ અને આહારકચતુષ્ક વિના ૮૮ પ્રકૃતિ સત્તામાં હોય છે.
એ ૯૩/૯૨/૮૯૮૮ સત્તાસ્થાનને પ્રથમસત્તાચતુષ્ક કહે છે.
૩૪૮