________________
પદ્મલેશ્યામાર્ગણામાં ઘટે છે.
અથવા તેજોલેશ્યાના ૭૬૭૦ ઉદયભાંગામાંથી એકેના-૪ ભાંગા બાદ કરવાથી ૭૬૬૬ ઉદયભાંગા પદ્મલેશ્યામાર્ગણામાં ઘટે છે. શુક્લલેશ્યામાર્ગણાઃ
શુક્લલેશ્યા એકે-વિકલે, લબ્ધિ-અપર્યાપ્તતિ-મનુ, નારક અને અયોગીકેવલીને હોતી નથી. તેથી શુક્લલેશ્યામાર્ગણામાં એકેના૪૨, વિકલે૦ના-૬૬, અપર્યાપ્ત-તિ૦-મનુ૦ના-૪, નારકના-૫, અયોગીકેવલીભગવંતના-૨ (કુલ-૧૧૯) ભાંગા ઘટતા નથી. એટલે કુલ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૧૯ ઉદયભાંગા બાદ કરવાથી ૭૬૭૨ ઉદયભાંગા શુક્લલેશ્યામાર્ગણામાં ઘટે છે. ભવ્યમાર્ગણાઃ
ભવ્યમાર્ગણામાં-૧૨ ઉદયસ્થાન અને ૭૭૯૧ ઉદયભાંગા ઘટે છે. અભવ્યમાર્ગણાઃ
અભવ્યને ૧લું જ ગુણઠાણુ હોય છે. તેથી આહા મનુષ્યના-૭, વૈમનુના ઉદ્યોતવાળા-૩ અને કેવલીભગવંતના-૮ (કુલ-૧૮) ભાંગા ઘટતા નથી એટલે કુલ ૭૭૯૧ ભાંગામાંથી ૧૮ ભાંગા બાદ કરવાથી ૭૭૭૩ ઉદયભાંગા અભવ્યમાર્ગણામાં ઘટે છે.
ઉપશમસમ્યક્ત્વમાર્ગણાઃ
* સર્વપર્યાપ્તિ એ પર્યાપ્તો સંજ્ઞીપંચેન્દ્રિય જ ઉપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ જીવ ઉપશમસમ્યક્ત્વ લઈને પરભવમાં જતો નથી અને ઉપશમસમ્યક્ત્વનો કાળ માત્ર અંતમુહૂર્ત જ હોવાથી, તે વખતે જીવ વૈક્રિયલબ્ધિ કે આહારકલબ્ધિને ફોરવી શકતો નથી. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં...
સાતિર્યંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સામનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે.
૩૩૯