________________
અવધિજ્ઞાનની જેમ...
અવધિદર્શનમાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા... કેવળજ્ઞાનની જેમ...
કેવળદર્શનમાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા. કૃષ્ણલેશ્યામાર્ગણાઃ
પૂર્વમતિપત્નની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા ૧ થી ૬ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેમાં કેવલીના-૮ ઉદયભાંગા ઘટતા નથી. એટલે કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના-૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા કૃષ્ણલેશ્યામાર્ગણામાં ઘટે છે.
પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેમાં આહારકમનુષ્યના-૭ ભાંગા, વૈમનુષ્યના ઉદ્યોતવાળા-૩ ભાંગા અને કેવલીના-૮ ભાંગા ઘટતા નથી. એટલે કુલ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૮ ભાંગા બાદ કરવાથી ૭૭૭૩ ઉદયભાંગા કૃષ્ણલેશ્યામાર્ગણામાં ઘટે છે.
એ જ રીતે, નીલલેશ્યામાર્ગણામાં અને કાપોતલેશ્યામાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા. તેજલેશ્યામાર્ગણા -
દેવમાંથી આવેલા બાદરપર્યાપ્તપ્રત્યેકએકેને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેજોવેશ્યા હોય છે. બાકીના એકેડને તેજોલેશ્યા હોતી નથી. વિકલેઇને, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને અને નારકને તેજોલેશ્યા હોતી નથી. કેવલીભગવંતને શુક્લલેશ્યા જ હોય છે. તેજોવેશ્યા હોતી નથી. તેથી તેજોલેશ્યામાર્ગણામાં.
એકેતુને ૨૧/ર૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સાવતિ પંચે)ને ૨૧/ર૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. વૈવતિને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
૩૩૭