________________
અને તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈક્રિયશરીર વધુમાં વધુ ૪ મુહૂર્ત સુધી રહે છે. એટલે દેવ અને તિર્યંચ-મનુષ્ય ઉત્તરવૈક્રિયશરીર બનાવ્યા પછી ઉપશમસમ્યક્ત્વ પામી શકે છે. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં... ઉદયના ૮ ભાંગા,
ઉદયના ૮ ભાંગા, (સ્વરવાળા)
ઉદયના ૮ ભાંગા,
ઉત્તરવૈશરીરી દેવને ૩૦ના ઉત્તરવૈશ૨ી૨ી તિર્યંચને ૨૯ના
૩૦ના
ઉત્તરવૈશ૨ી૨ી મનુષ્યને ૨૯ના ઉદયના ૮ ભાંગા,
કુલ ૩૨ ભાંગા વધુ થાય છે. એટલે ૪થા મતે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં પૂર્વેના ૩૪૬૫ + ૩૨ = ૩૪૯૭ ઉદયભાંગા થાય છે.
* સપ્તતિકાચૂર્ણિના મતે કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમસમ્યક્ત્વ સહિત અનુત્તરદેવમાં ઉત્પન્ન થાય છે. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં અનુત્તરદેવને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૨૫/૨૭/૨૮ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા જ થાય છે. કારણ કે અનુત્તરદેવને દુર્ભાગ, અનાદેય, અયશનો ઉદય ભવસ્વભાવે જ હોતો નથી. બધી શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી અનુત્તરદેવને અપર્યાપ્તાવસ્થાના દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો ઘટે છે. એટલે પમા મતે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ૩૪૬૫ + ૪ = ૩૪૬૯ ઉદયભાંગા ઘટે છે.
* કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને અનુત્તરદેવ થાય છે. અને દેવ-તિર્યંચ-મનુષ્ય ઉત્તરવૈશરીર બનાવ્યા પછી ઉપશમસમ્યક્ત્વ પામે છે. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં (૭૨) ઉત્તરવૈશરીર બનાવ્યા પછી મનુષ્યો ઉપશમસમ્યક્ત્વ પામે છે ત્યારે તેને ૨૯નું જ ઉદયસ્થાન હોય છે. ૩૦નું ઉદયસ્થાન હોતું નથી. કારણ કે ૩૦નું ઉદયસ્થાન વૈશરીરી સંયમીમનુષ્યને જ હોય છે.
૩૪૧