________________
પમા મતના ૩૪૬૯ ભાંગામાં ઉત્તરવૈ૦શરીરી દેવ-તિર્યંચ-મનુષ્યના૩૨ ભાંગા ઉમેરવા. એટલે ૬ઠ્ઠા મતે ઉપશમસમ્યકત્વમાગણામાં ૩૪૬૯ + ૩૨ = ૩૫૦૧ ઉદયભાંગા થાય છે.
કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. અને દેવ-તિર્યંચ-મનુષ્યો ઉત્તરવૈક્રિયશરીર કર્યા પછી ઉપશમસમ્યકત્વ પામે છે. એ મતાનુસારે ઉપશમસમ્યકત્વ માર્ગણામાં ૩જા મતના ૩૪૯૭ ભાંગામાં ઉત્તરવૈ૦શરીરી દેવ-તિર્યંચમનુષ્યના-૩૨ ભાંગા ઉમેરવા. એટલે ૭મા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ૩૪૯૭ + ૩૨ = ૩૫૨૯ ઉદયભાંગા થાય છે.
ચોથા કર્મગ્રંથની ગાથા નં. ૨૬માં કહ્યું છે કે, ઉપશમસમ્યકત્વ માર્ગણામાં આહારકદ્ધિક વિનાના-૧૩ યોગ ઘટે છે. એટલે ઉપશમસમ્યક્ત્વ માર્ગણામાં ઔમિશ્ર, વૈમિશ્ર અને કાર્મણકાયયોગનો નિષેધ નથી કર્યો. તેથી દેવ અને તિર્યંચ-મનુષ્યો ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી ઉત્તરવૈ૦શરીર બનાવતા હોય, તો ઉપશમસમ્યકત્વી દેવને ઉત્તરવૈ૦શરીર બનાવતી વખતે રપ/૨૭૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૫૬ ઉદયભાંગા ઘટે છે અને કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમસમ્યકત્વ સહિત અનુત્તરદેવમાં ઉત્પન્ન થાય, તો ૨૧ના ઉદયનો-૧ ભાંગો ઘટે છે. એટલે દેવના-પ૬ + ૧ = ૫૭ ઉદયભાંગા ઘટે છે.
પ્રથમ ઉપશમસમ્યકત્વની સાથે સંયમને પ્રાપ્ત કરનારો મનુષ્ય વૈશ૦ બનાવે, તો તેને વૈ૦મ0ના-૩૫ ઉદયભાંગા ઘટી શકે. અને ઉપશમસમ્યકત્વી તિર્યંચ વૈશરીર બનાવે, તો તેને વૈવેતિના-પ૬ ભાંગા ઘટી શકે. કુલ- ૩૬૦૫ ભાંગા ઘટી શકે.
A અમૃતલાલ પરસોત્તમદાસના વિવેચનવાળા છઠ્ઠા કર્મગ્રંથના પુસ્તકમાં ઉસમાર્ગણામાં ૩૬૦૫ ઉદયભાંગા કહ્યાં છે (પેજ નં. ૧૬૫)
૩૪ર